GSTV

સુરતઃ ફેક ક્રિપ્ટો કરન્સીથી 14 કરોડની ઠગાઈ મામલે ચોંકાવનારો ખુલાસો

Last Updated on June 28, 2018 by Arohi

સુરતમાં ફેક ક્રિપ્ટો કરન્સીથી 14 કરોડની ઠગાઈ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ફેક ક્રિપ્ટો કરન્સીના રોકાણમાં ચાર પીઆઈ  અને ત્રણ ધારાસભ્યોના રૂપિયા ફસાયા હોવાનું સુત્ર કહી રહ્યા છે. ફેક કરન્સી કોઈનમાં પોલીસ અધિકારીઓથી માંડીને રાજકારણી, બિલ્ડરો પણ ફસાયા છે. કામરેજથી ભરૂચ સુધીના જમીન દલાલ તેમજ ખેડૂતોએ ક્રપ્ટો કરન્સીના નામે મોટુ રોકાણ કર્યુ હતુ.

ચાર પીઆઈ કક્ષાના અધિકારીઓના નામ રોકાણ કરાવનાર તરીકે પણ ચર્ચામાં આવ્યા છે. રોહિત કપોપરા આણી મંડળી દ્વારા એનસીઆર કોઈન શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં અસંખ્ય લોકોના નાણા સલવાયા હોવાનો ખુલાસો થયો છે. બિલ્ડર ચેતન ગંગાણીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા સમગ્ર ખુલાસો થયો હતો.

ક્રાઈમ બ્રાન્ચ હમણાં સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. કામરેજ પીઆઇ એલ.બી.ડાભી હજી પોલીસ પકડથી દૂર છે. ક્રાઈમ બ્રાન્ચ ઊંડાણપૂર્વકની તપાસ કરે તો મોટા વ્યવહારો સામે આવે તેવી શકયતા છે.

Related posts

માનહાનિ કેસ / રાહુલ ગાંધીને આ તારીખે સુરત કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ, મોદી સમાજ વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી

Dhruv Brahmbhatt

મંગળવાર ઉપાય/ આજે ભૂલથી પણ ના કરતાં આ કામ, ખુશહાલ જીવનમાં મુસીબતોને સામે ચાલીને નોંતરશો

Bansari

ખુશખબર/ નવી 28 ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવા જઈ રહ્યું છે SpiceJet, આ શહેરો માટે હશે નોન સ્ટોપ ફ્લાઈટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!