GSTV
Home » News » સુરતઃ બાળકોને ઉઠાવી જતી ગેંગ મામલે ક્રાઈમ બ્રાન્ચે અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો

સુરતઃ બાળકોને ઉઠાવી જતી ગેંગ મામલે ક્રાઈમ બ્રાન્ચે અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો

બાળકો ઉઠાવી જતી ત્રણસો લોકોની ટોળકી ફરી રહી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થવાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચમાં અજાણી મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આવી ઓડિયો ક્લિપને કારણે સુરતમાં મંગળવારે એક મહિલાની ધોલાઇ કરાઇ હતી.

આવી ઘટનાઓને ગંભીરતાથી લઇ પોલીસ હવે એક્શનમાં આવી છે. ખોટા મેસેજ ફેલાવનારના અને કાયદો હાથમાં લેનાર સામે પોલીસે હવે કડક કાર્યવાહીની તૈયારી કરી છે. મહત્વનુ છે કે, ત્રણસો જેટલી મહિલાઓ સહિતની ટોળકી બાળકોને ઉઠાવી જતી હોવાની ઑડિયો ક્લિપ ફરતી થતા વરાછામાં મંગળવારે એક મહિલાની ધોલાઇ કરાઇ હતી.

જો કે હકીકતમાં આ મહિલા બાળકીની સગી માતા હોવાનુ સામે આવતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. સુરત પોલીસે આવી અફવાઓ અને સોશિયલ મીડિયા પર ફરતા વાઇરલ મેસેજથી દુર રહેવા લોકોને સલાહ અને તાકીદ કરી છે.

Related posts

સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Kaushik Bavishi

કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીની હત્યાનો માસ્ટર માઈંડ દુબઈમાં એરેસ્ટ

Kaushik Bavishi

આ ગામડાનો યુવાન ભારતનો છે ઉસૈન બોલ્ટ, માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ કરી પૂર્ણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!