GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

સુરતનો બેગમપુરા વિસ્તાર ક્લસ્ટર કવોરંટિન જાહેર કરાયો, 1100 છે મકાનો

સુરતમાં કોરોનાનો કેર વધતો જાય છે .અને (corona) અત્યાર સુધી 19 પોઝીટીવ દર્દી નોંધાયા છે.જેથી તંત્રએ બેગમપુરાના વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટીન કરી દીધો છે. આ વિસ્તારમાં અગિયારસો જેટલા મકાનો છે. શહેરના બેગમપુરા વિસ્તારના રહેવાસી અને કોરોના પોઝિટિવ દર્દી રમેશચંદ્ર રાણાના સંપર્કમાં આવેલા 80 વર્ષના વ્યક્તિને પણ પોઝિટીવ (corona) આવ્યો જેથી તંત્ર હરકતમાં આવ્યુ હતુ. લોકલ ટ્રાન્જેક્શન ન વધે આ માટે બેગમપુરા વિસ્તારને ક્લસ્ટર કરવામાં આવ્યું છે.

સુરતમાં કોરોનાનો કેર વધ્યો

આ સમગ્ર વિસ્તારમાં ડીસ ઇન્ફેકશનની કામગીરી કરવા બાદ હવે લોકોના અવરજવર માટે પૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અગાઉ રમેશચંદ્ર રાણા નો રિપોર્ટ પોઝિટિવ આવતા, 6000 લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.

સુરતમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે કુલ 144 કેસ પોઝીટીવ છે, જ્યારે 2 લોકો વેન્ટીલેટર પર છે 11 નાં મોત થયા છે હોમ ક્વોરોન્ટાઈન માંથી (corona) 418 જેટલા સામે ફરિયાદ દાખલ કરી છે જે લેબોરેટરી પરિક્ષણ 144 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2531 કેસો નેગેટીવ આવ્યા છે. રાજ્યમાં પોઝિટીવ કેસોમાં (corona) સતત ચિતા જનક રીતે વધારો જોવા મળ્યો છે.

જ્યારે 39 કેસ હજુ પેન્ડિંગ છે 144 કેસ પોઝિટીવમાં અમદાવાદમાં 64, સુરતમાં 17 કેસ, રાજકોટમાં 10 વડોદરામાં 12 કેસ ગાંધીનગરમાં 13 ભાવનગર 13 કેસ કચ્છ 02 મહેસાણા 02 ગીર સોમનાથ 02 પોરબંદર 03 પંચમાહાલ 01 પાટણ 02 છોટાઉદેપુરમાં 01 જામનગરમાં 01 મોરબી 01 ટોટલ 144 કેસ પોઝીટીવ રાજ્યમાં નવા 16 કેસ નોંધાયા છે.

  • રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • ચિંતા ઉપજાવે તેવી છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે
  • કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે

ગુજરાતમાં કુલ 144 પોઝિટિવ કેસ, 11ના મોત, 21 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ640506
સુરત170205
ગાંધીનગર130002
ભાવનગર130200
રાજકોટ100003
વડોદરા100105
પોરબંદર030000
ગીર-સોમનાથ020000
કચ્છ020000
મહેસાણા020000
પંચમહાલ010100
મોરબી010000
પાટણ020000
છોટાઉદેપુર010000
જામનગર010000
કુલ આંકડો1441121

16 નવા કેસ પોઝિટીવ નોંધાયા

વિદેશ પ્રવાસ કરનાર લોકો 33 છે આંતર રાજ્ય 36 લોકો છે. લોકલ ટ્રાન્સમિન્સન-85 છે. ત્યારે 21 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે. આરોગ્ય સચીવનાં જણાવ્યા મુજબ ગત રોજથી ટોટલ 360 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટવ 22 છે આરોગ્ય સચીવે જણાવ્યં કે લોકલ ટ્રાન્સમિશનમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.મુસ્લિમ વિસ્તારમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે

વડોદરામાં એકનું મોત

વડોદરામાં કોવિડ 19 થી વધુ એક મરણ થયું છે .જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના અહેવાલો અનુસાર શહેરના 62 વર્ષની ઉંમરના કોરોનાગ્રસ્ત મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મરણ થયું હતું.આ મહિલા શ્રીલંકાના પ્રવાસે થી પાછા ફર્યા પછી 18 મી માર્ચે તેઓ દવાખાનામાં દાખલ થયા પછી કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા,નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે તેમની સઘન સારવાર કરવામાં આવી હતી.જો કે આજે સવારે તેમનું દુઃખદ અવસાન થયું છે.આ સાથે વડોદરામાં કોરોના થી એક પુરુષ અને એક મહિલા,એમ બે મરણ થયા છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!