GSTV

સુરતમાં કોરોના ટેસ્ટ માટે જાહેર થયું કેલેન્ડર: જાણો ક્યારે કોના અને કયા દિવસે થશે રેન્ડમ ટેસ્ટ, વધી શકે છે કોરોનાનો આંક

કોરોના

Last Updated on September 10, 2020 by Mansi Patel

સુરતમાં હાલ કોરોનાના કેસ વધવા સાથે સુપર સ્પ્રેડર્સ તરીકે ઓટો રીક્ષા અને ટેક્સી ડઈવર ઉપરાંત ફુડ ડિલેવરી બોય, સલુન અને ઓટો ગેરેજ અને કુરિયર સંસ્થાના કર્મચારીઓ બહાર આવી રહ્યાં છે. સુરત મ્યુનિ.એ આજે ઓટો રીક્ષા અને ટેક્સી સ્ટેન્ડ પર રેન્ડમ ચેકીંગ હાથ ધર્યું છે. આગામી સોમવાર સુધીમાં સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ શરૂ થતાં આગામી દિવોસમાં પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થશે તેવું અનુમાન થઈ રહ્યું છે.

સુરતમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે તેમાં મ્યુનિ. કમિશ્નર બંન્છાનિધિ પાનીએ સુપર સ્પ્રેડર્સ તરીકે ટેક્સી અને ઓટો રીક્ષા  ડ્રાઈવર સુપર સ્પ્રેડર્સ બની રહ્યાં છે. ત્યાર બાદ મ્યુનિ.તંત્રએ  રીક્ષા અને ટેક્સી  ડ્રાઈવર સાથે સાથે કુરિયર ડિલેવરી અને ફુડ ડિલેવરી કરનારા, ઓટો ગેરેજમાં કામ કરનારા, હેર કટીંગ સલુન અને એકૈાઉન્ટની ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓના તબક્કાવાર ચેકીંગ હાથ ધરવાનું નક્કી કર્યું છે. આજે સુરતમાં જુદી જુદી જગ્યાએ રીક્ષા અને ટેક્સીના સ્ટેન્ડ પર લક્ષણ ધરાવતાં ડ્રાઈવરના ચેકીંગ હાથ ધરાશે.

આ રેપીડ ટેસ્ટમાં પોઝીટીવ આવતાં ડ્રાઈવર તથા તેમના સંપર્કમાં આવેલાને કોરોન્ટાઈન કરીને સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે સુરતમાં એકાઉન્ટની ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓ, શનિવારે કુરિયર અને ફુડ ડિલેવરી કરનારા કર્મચારીઓ અને રવિવારે હેર કટીંગ સલુનમાં રેપીડ ટેસ્ટ કરવા સાથે સોમવારે ઓટો ગેરેજમાં કામ કરતાં કામદારોના રેપીડ ટેસ્ટ કરાશે. આ ઉપરાંત હજીરા વિસ્તારમાં આવેલી મોટી કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓનો પણ કોવિડ ટેસ્ટ કરવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.

સાથે સાથે મ્યુનિ. તંત્રએ ડાયમડ યુનિટ, મોલ અને ટેક્ષટાઈલ માર્કેટમાં કેટલા કર્મચારીઓ પોઝીટીવ આવ્યા છે તે માટેની વિગતો હોદ્દેદારોને રાખવા માટે તાકીદ કરી છે. આ ઉપરાંત જે વિસ્તારમાંથી પોઝીટીવ દર્દીઓ વધુ આવી રહ્યાં છે તેવા કિસ્સામાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરીને ત્યાં અવર જવર પર પ્રતિબંધ મુકવા સાથે ગાઈડ લાઈનનો કડકાઈથી અમલ કરવા માટેની સુચના આપવામાં આવી છે.

READ ALSO

Related posts

IMFએ ભારતીય અર્થતંત્ર માટે ગ્રોથ રેટનું અનુમાન 3 ટકા ઘટાડયું, આવતા વર્ષ માટે અનુમાન વધારીને 8.5 ટકા કર્યું

Vishvesh Dave

આ 6 કારણે નાની ઉંમરમાં જ ખરવા લાગે છે વાળ, અહીં તમે વાંચશો હેરફૉલ રોકવાના ઘરેલુ ઉપાય

Pritesh Mehta

મહત્વના સમાચાર / LPG ગ્રાહકો હવે જાતે વિતરક પસંદ કરીને એલપીજી સિલિન્ડર ભરાવી શકશે, જો રેટિંગ ખરાબ થશે તો ડિસ્ટ્રિબ્યુટરને થશે નુકસાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!