GSTV
Coronavirus Gujarat Surat Trending ગુજરાત

સુરતમાં હીરા બાદ હવે આ ઉદ્યોગને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, 25% કેસો સામે આવ્યા અહીંથી

હાલ Corona પોઝીટીવ દર્દી આવી રહ્યાં છે તેમાં સૌથી વધુ ૩૫ ટકાથી પણ વધારે દર્દીઓ હીરા ઉદ્યોગના છે તો હવે ટેક્સટાઇલ માર્કેટના વિસ્તારના કેસો પણ આવવાનું શરૃ થયુ છે. ઘણી ઓછી કાપડ માર્કેટ શરૂ થઇ છે છતા પચ્ચીસ ટકા કેસ કાપડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી આવતા થયા છે. હીરા બાદ કાપડ ઉદ્યોગમાં કોરોના વિસ્ફોટથી મ્યુનિ. તંત્ર ટેન્શનમાં છે.

આ લોકો છે પોઝીટીવ

છેલ્લા પંદરેક દિવસથી Corona પોઝીટીવ દર્દીઓ આવી રહ્યાં છે તેમાં 35 ટકા હીરાના કારીગરો, 25 ટકા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને 20 ટકા સુપર સ્પ્રેડર્સ બહાર આવી રહ્યા છે. આ ઉપરાંત મ્યુનિ. તંત્ર માટે ચિંતાનો વિષય એ પણ છે કે 30 ટકા જેટલા દર્દીઓ રહેણાંક સોસાયટીમાંથી આવી રહ્યાં છે.

સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

હીરાના કારખાનાની જેમ કાપડ ઉદ્યોગ અને ટેક્ષટાઈલ માર્કેટમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ બની રહ્યું છે. તેને લીધે સંક્રમણ વધી રહ્યું છે. ઉપરાંત માસ્ક અને સેનેટાઈઝનો ઉપયોગ પણ ઘણો જ ઓછો થઈ રહ્યો છે. આવી જ સ્થિતિ હીરાના કારખાનામાં પણ હોવાથી મ્યુનિ. તંત્રએ હીરાના કારખાનેદારો સાથે પણ મીટીંગ કરીને નિયમોના ચૂસ્ત પાલન સાથે કામ કરવા સૂચના આપી છે. કાપડ ઉદ્યોગ પણ આગામી દિવસોમાં સુપર સ્પ્રેડર બની શકે તેમ હોવાથી  મ્યુનિ. તંત્રએ ટેક્સટાઈલ માર્કેટ અને કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ માસ્ક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટેની અપીલ કરી છે. 

READ ALSO

Related posts

ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…

Hemal Vegda

28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

Hemal Vegda

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda
GSTV