GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

રાજ્યમાં કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું સુરત, 1 જ દિવસમાં 300થી વધુ નવા પોઝીટીવ સાથે 7 હજારને પાર

કોરોના મહામારીને લઈને હવે અમદાવાદ બાદ સુરત હોટસ્પોટ બની ગયું છે. સુરતમાં કોરોના સંક્રમણના કેસોને લઈને હાહાકાર બની ગયો છે. સુરતમાં રેકોર્ડબ્રેક આંક પહોંચી ગયો છે. સુરત કોર્પોરેશન સિવાય જિલ્લા વિસ્તારમાં પણ કોરોના મહામારીના નવા 95 જેટલા કેસ આવ્યા છે. સુરતમાં છેલ્લા 10 દિવસથી 200થી વધારે પોઝીટીવ કેસ આવતા હતા. જે આ જે વધીને 300 પ્લસ આંક પહોંચી ગયો છે. સુરતમાં સંક્રમણના કેસોમાં સતત વધારો ચિંતાનો વિષય બન્યો છે. સુરતમાં આજે વધુ 307 નવા પોઝીટીવ કેસ આવતાં કુલ આંક 7 હજારને પાર થયો છે. સુરતમાં મોતનો આંક પણ 200ને પાર થયો છે. સુરતમાં સતત નવા કેસો હિરા બજાર અને કાપડ માર્કેટને લઈને પ્રસર્યા છે. સુરતમાં ધીમે ધીમે કોરોના બેકાબુ બની રહ્યો છે. સુરતમાં સતત નવા કેસોનો રેકોર્ડ બની રહ્યો છે.

રાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર

રાજ્યમાં કોરોના મહામારીના સતત નવા રેકોર્ડ બની રહ્યા છે. જુલાઈમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના આજે ગુજરાતના સૌથી હાઈએસ્ટ આંક આવ્યા છે. આજે 700ને છોડીને 800 પ્લસનો આંક આવ્યો છે. આજે રાજ્યમાં વધુ 861 લોકોના કોરોના સંક્રમણના નવા કેસો સામે આવ્યા છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 9528 થઈ ગઈ છે. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત થતાં અત્યાર સુધીમાં રાજ્યમાં 2000થી વધુ લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. મહામારીનો આંક પણ 39 હજારને પાર થયો છે. જુલાઈ અંત પહેલા રાજ્યમાં 50 હજારથી વધુ કેસો વધે તેવી સંભાવના છે.

અમદાવાદ સુરત અને રાજ્યમાં જુલાઈ મહિનામાં નોંધાયેલા નવા કેસો

તારીખ રાજ્યઅમદાવાદસુરત
1 જુલાઈ675215201
2 જુલાઈ681211227
3 જુલાઈ687204204
4 જુલાઈ712172253
5 જુલાઈ725177254
6 જુલાઈ735183241
7 જુલાઈ778187249
8 જુલાઈ783156273
9 જુલાઈ861162307

રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પ્રસરી રહ્યો છે કોરોના

રાજ્યમાં કોરોના મહામારીનો હાહાકાર થઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે સાથે અન્ય વિસ્તારોમાં છુટો થઈ ગયો એવું પણ થઈ રહ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. સુરતમાં જે રીતે કોરોના મહામારીના કેસો વધવા સાથે વડોદરા, વલસાડ, ગાંધીનગર ભરૂચ, બનાસકાંઠા રાજકોટ ખેડા, મહેસાણા તેમજ નવસારીમાં વધુ પ્રમાણમાં કેસો આવ્યા છે. વડોદરામાં નવા 68 કેસ આવ્યા છે. અમદાવાદમાં 162 નવા પોઝીટીવ આવ્યા છે. આજે સૌથી વધુ સુરતમાં રેકોર્ડબ્રેક 307 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. વલસાડમાં પણ નવા 28 પોઝીટીવ કેસ આવ્યા છે. ગાંધીનગરમાં પણ 24 નવા પોઝીટીવ આવ્યા છે.

READ ALSO

Related posts

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.85 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ, 67 હજાર કેસ સાથે પ્રથમ નંબરે છે ભારત

Karan

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel

ધોની સદાબહાર : હાલમાં ક્રિકેટ નહીં છોડે, આ વિદેશી ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!