GSTV

ફોર્મ લેવા પડાપડી / હવે આમાં સાચું શું માનવું?, સુરતમાં કોરોનાથી સત્તાવાર 2115નાં મોત છતાં સહાય માટે 3450 ફોર્મ ઊપડી ગયા

Last Updated on November 24, 2021 by Dhruv Brahmbhatt

કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના સ્વજનોને સરકાર તરફથી રૂપિયા 50 હજારની આર્થિક સહાય માટેના ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં આર્થિક સહાય માટે ફોર્મ લેવા કલેક્ટર કચેરીએ લોકોનો ઘસારો જોવા મળ્યો છે. શહેરી વિસ્તારમાં અત્યાર સુધી 3 હજારથી વધુ ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી ૪૫૦ જેટલાં ફોર્મ વિતરણ કરાયા છે.

જો કે, તંત્રના આંકડા અને ફોર્મ લેવાવાળાઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારમાં 1,629 લોકોના જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 486 લોકોના કોરોનામાં મૃત્યુ પામ્યા હોવાનો આંકડો છે. તો તેની સામે અત્યાર સુધી 3,450 જેટલાં આર્થિક સહાય ફોર્મનું વિતરણ થયું છે.

કોરોના

સરકારી આંકડા મુજબ કોરોનાથી 10 હજાર 80 લોકોના કોરોનાથી મોત

ઉલ્લેખનીય છે કે, હવે કોરોનાથી મૃતકોને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવશે. સરકારી આંકડા મુજબ કોરોનાથી 10 હજાર 80 લોકોના કોરોનાથી મોત થયા છે. આરોગ્ય વિભાગે તમામ જિલ્લાના કલેક્ટરોને કોરોનાથી થયેલા મોતનું લિસ્ટ મોકલ્યું છે. સરકાર તરફથી મૃતકના પરિવારના ખાતામાં સીધી સહાય જમા કરી દેવામાં આવશે. જે લોકોની સરકારી ચોપડે નોંધણી ન થઈ હોય તેવાં લોકોને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આધારે પુરાવાઓ જમા કરાવવા પડશે.

READ ALSO :

Related posts

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk

સીટ શેરિંગ ફોર્મુલા / પંજાબમાં ભાજપ 65 બેઠકો પર લડશે ચૂંટણી, કેપ્ટનના વહાણમાં આટલા લોકો થશે સવાર

GSTV Web Desk

Gujarat Corona Update / છેલ્લા 24 કલાકમાં 25ના મોત, રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા પણ મોતનો આંકડો વધ્યો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!