GSTV
Surat Trending ગુજરાત

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

કોરોના

સુરત શહેરમાં છેલ્લા 15 દિવસ દરમિયાન કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા દસ દિવસ દરમિયાન સુરત શહેરમાં 10થી 12 હજાર કોરોનાના કેસો વધુ નોંધાયા છે. જ્યારે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન 700થી પણ વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

કોરોના

સુરત શહેરમાં 600થી પણ વધુ ક્લસ્ટર એરિયા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અંદાજિત 61 હજાર જેટલા લોકોને આવરી લેવામાં આવ્યા છે. બિનજરૂરી લોકોની અવરજવર બંધ કરી સતત મોનીટરીંગ કરવામાં આવે છે. ધન્વંતરી આરોગ્યની સંખ્યા 222 અને સંજીવની રથની સંખ્યા આશરે 150 જેટલી છે.

સંજીવની રથ દ્વારા મોટી વયના લોકોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જરૂર પડ્યે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવે છે. સંજીવની રથ દ્વારા 50 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોને મેડિસિન સહિતની સુવિધા આપવામાં આવે છે. શહેરમાં 20 હજારથી વધુ એક્ટિવ કેસો છે. જ્યારે 400થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છ ટકા લોકોની હાલત નાજુક છે. સુરતમાં 600 થી વધુ ક્લસ્ટર એરિયા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અંદાજિત 61 હજાર લોકોને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની અસર દેખાઈ રહી છે. રાજ્યમાં ઓલ ટાઈમ હાઈ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 હજાર 966 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 12 લોકોના મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8391 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.

કેસમાં આજે પણ નવો રેકોર્ડ

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,966 નવા કેસ
  • આજે 9828 દર્દીઓ સાજા થયા 
  • આજે કોરોનાથી 12 મોત

શહેરોમાં કેસ

  • અમદાવાદ 8391
  • સુરત 3318
  • રાજકોટ 1259
  • વડોદરા 1998
  • રાજ્યમાં એક્ટીવ કેસ 90,726
  • આજે કોરોના વેક્સિનના 2.02 લાખ ડોઝ અપાયા
  • અત્યાર સુધી કુલ 9.55 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે

રાજ્યમાં એક્ટિવ કેસ 90 હજારને પાર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં 20966 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 12 દર્દીઓના મોત થયા છે અને 9 હજાર 828 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક્ટિવ કેસ પણ 90 હજારને પાર થયાં છે. આજરોજ જાહેર કરેલા આંકડા મુજબ 90,726 એક્ટિવ કેસ છે. તેમાથી 125 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 90,601 દર્દી સ્ટેબલ છે.

233 દિવસ પછી સૌથી વધુ મોત

રાજ્યમાં બીજી લહેરમાં 263 દિવસ અગાઉ 30 એપ્રિલના રોજ સૌથી વધુ 14,605 કેસ નોઁધાયા હતા. જ્યારે 233 દિવસ બાદ આટલાં મોત નોંધાયા છે. અગાઉ 9 જૂને 10નાં મોત નોંધાયા હતા. જ્યારે આજ રોજ 12 લોકોના મોત નોંધાયા છે.

રાજ્યમાં ઓલ ટાઈમ હાઈ કેસ નોંધાયા

રાજ્યમાં આજ રોજ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 20,966 કેસ નોંધાયા છે. આ આંકડાએ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14,605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1,607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 20 હજારને પાર થઈ ગયા છે, જેથી ત્રીજી લહેરની પીક કેટલા કેસ પર આવશે તે જોવાનું રહ્યું?

અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ

અમદાવાદમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. આજરોજ તો શહેરમાં 8 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 8391 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન વધુ 6 દર્દીઓના મોત થયા છે. સુરતમાં પણ કોરોના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આજરોજ કોર્પેરશનના વિસ્તારમાં 3318 કેસ નોંધાયા છે, જ્યારે આ દરમિયાન 1 દર્દીનું મોત થયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV