GSTV

સુરતમાં 200 કેસનો સિલસિલો યથાવત, જાણો રવિવારે કયા ઝોનમાં આવ્યાં કેટલા કેસ

Corona

રવિવારે સુરત શહેરમાં કોરોનામાં એક સાથે ૧૭૮ અને સુરત જીલ્લામા 44 મળી કુલ 222 દર્દી ઝપેટમાં આવ્યા હતા. સુરત સિટીમાં પાંચ અને સુરત જીલ્લામાં ચાર મળી કુલ ૯ દર્દીના મોત થયા હતા. તો શહેર-જિલ્લા મળી વધુ 174 દર્દીને રજા અપાઇ હતી.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ કતારગામ ઝોનમાં બે, લિંબાયતના એક, પાલનપુર પાટીયા એક, ઉત્રાણના એક અને પાર્લેપાઇન્ટના એક દર્દીના વારાફરતી સારવાર દરમિયાન મોત થયા હતા. જયારે સુરત જીલ્લામાં માંગરોળ તાલુકામાં બે, માંડવીના એક, અને સચીનના એક દર્દીનું મોત થયું હતું. સુરત સિટીમાં નવા નોંધાયેલા કોરોનાના 178 દર્દીમાં સૌથી વધુ કતારગામના 35, અઠવાના 29, સેન્ટ્રલમાં 27 સહિતના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સુરત શહેરમાં આજદિન સુધીમા 12705 પોઝિટીવ કેસમાં ૫૪૫નાં મોત થયા છે. જયારે જીલ્લામાં આજદિન સુધીમાં 3105 પૈકી 142 વ્યકિતનાં મોત થયા છે. સુરત શહેર- જીલ્લામાં કુલ 15810 કેસમાં 687ના મોત થયા છે. સુરત શહેરમાંથી 105 અને જિલ્લાના 69 દર્દીને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 9407 દર્દી તો જિલ્લામાં 2476 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે.

બે પ્રાઇવેટ ડૉકટર,સ્મીમેરના નર્સ સહિત બે કર્મચારી,પીએસઆઇ,મ્યુનિ.ના બે સ્ટાફ ઝપેટમાં

કોરોના સંક્રમિતમાં સ્મીમેર હોસ્પિટલના નર્સ સહિત બે કર્મચારી,વરાછાના ટ્રાફિકના પી.એસ.આઇ,પાંડેસરાના બે પટાવાળા,સાયણ સામુહીક હેલ્થ સેન્ટરના નર્સ, સૈયદપુરાના સફાઇ કામદાર, મગોબ હેલ્થ સેન્ટરના સ્ટાફ, આરોપી, કંપનીના આસીસ્ટન્ટ મેનેજર, ડાંઇગ માસ્ટર, બેન્કના કેશીયર, કોન્ટ્રાકટર, કપડાના વેપારી, હીરાના કામ સાથે સંકળાયેલા 2૨ અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા 3 વ્યકિતઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.

સિવિલમાં અને સ્મીમેરમાં 240 દર્દી ગંભીર

નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજરોજ 199 કોરોના પોઝિટિવ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 147ની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 27બાઈપેપ અને 115 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજરોજ ૧૨૨ કોરોના પોઝિટિવ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૯૩ની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 30 બાઈપેપ અને 57 દર્દી ઓક્સિજન પર છે.

Read Also

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!