GSTV

સુરતમાં કોરોનાએ ધારણ કર્યુ ભયાનક સ્વરૂપ: એક જ દિવસમાં 260 કેસ, આ વિસ્તારમાં સ્થિતિ ભયંકર

કોરોના

સુરત શહેરમાં કોરોના બેકાબૂ બની ગયો છે. ઉઘડતા સપ્તાહે સિટીમાં સોમવારે એક સાથે ૨૦૧ અને ગ્રામ્યમાં 59 મળી કુલ 260 દર્દી ઝપેટમાં આવ્યા છે. જયારે સુરત સિટીમાં 8 અને ગ્રામ્યમાં બે દર્દીના મોત થતા મૃત્યુઆંક 259 થયો છે. જ્યારે કુલ કેસનો આંકડો 6756 થયો છે. આજે વરાછા-એ, બી ઝોન મળીને 72 કેસ નોંધાયા હતા.

ક્યાં નોંધાયા કોરોનાના કેટલા કેસ

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ વરાછામાં રહેતા 52 વર્ષીય આધેડને ગત તા.6 ઠ્ઠીએ ,લાલદરવાજા ખાતે રહેતા 65 વર્ષીય વૃધ્ધને ગત તા.4 થીએ ,કતારગામમાં રહેતા 62વર્ષીય વૃધ્ધાને ગત તા.4થીએ અને અડાજણમાં રહેતા 75 વર્ષીય વૃધ્ધાને ગત તા.4થીએ,આસપાસમાં રહેતા54 વર્ષીય પ્રોઢને ગત તા.1લીએ,પાલનપુરમાં રહેતા 62 વર્ષીય વૃધ્ધને ગત તા.26મીએ,મહિધરપુરામાં રહેતા 73 વર્ષીય વૃધ્ધને ગત તા.28મીએ અને વરાછાના 48 વર્ષીય આધેડને ગત તા.૫મીએ વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.બાદમાં વારા ફરતી આ તમામનાં મોત થયા હતા. વરાછાના કેસમાં કેન્સર, લાલદરવાજાના કેસમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ, કતારગામના કેસમાં કેન્સર અને અડાજણના કેસમાં બ્લડ પ્રેશરની બિમારી હતી. જ્યારે સુરત જિલ્લામાં પલસાણાના વરલીમાં રહેતા 37 વર્ષીય યુવાન અને ઓલપાડના સાયણમાં રહેતા 56 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ હતું.

સુરત સિટીમાં કોરોનામાં આજે 201 દર્દીઓમાં સૌથી વધુ વરાછા બી 37, વરાછા એ 35, સેન્ટ્રલમાં 26, કતારગામના 26, રાંદેર 12, લિંબાયતમાં 17, ઉધનામાં 18 અને અઠવાના 30 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સિટીના કેસ 5894, મૃત્યુઆંક 230 જ્યારે ગ્રામ્યમાં કુલ કેસ 862 અને મૃત્યુઆંક 29 થયો છે. સિટી-ગ્રામ્યના કુલ કેસનો આંક 6756 અને મૃત્યુઆંક 259 થયો છે. સિટીમં આજે વધુ 126 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 3635 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં આજે 16 દર્દી મળીને અત્યારસુધી કુલ 426 દર્દીને રજા ્અપાઇ છે. કુલ 4061 દર્દી સાજા થયા છે.

સુરત નવી સિવિલમાં સારવાર લેતા કોરોના સંક્રમિત 260 દર્દીઓ ગંભીર

સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા 230 વ્યક્તિઓના મોતને ભેટયા છે.નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 386 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 262- દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 5- વેન્ટિલેટર, 24- બાઈપેપ અને 231 દર્દીઓ ઓક્સિજન પર છે.

Read Also

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!