GSTV

સુરતમાં વધુ 245 લોકો કોરોનાની ઝપેટમાં,11 દર્દીઓના મોત: આ વિસ્તારમાં સ્થિતિ ભયંકર

કોરોના

સુરત શહેરમાં કોરોનામાં આજે એક સાથે 194 અને સુરત જીલ્લામા 51મળી કુલ 245 દર્દીઓ ઝપેટમાં આવ્યા હતા. સુરત સિટીમાં 8 અને સુરત જીલ્લામાં 3 મળી કુલ 11દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજે સિટીના 181 અને ગ્રામ્યના 80 મળીને 261 દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ ઉધના ઝોનના બે, જહાંગીરપુરા એક, ડીંડોલીએક, સૈયદપુરાના એક, વરાછાના જકાતનાકાના એક અને અલથાણ કેનાલ રોડનાએક દર્ર્ર્દીનાં વારા ફરતી સારવાર દરમિયાન મોત થયા હતા. જયારે સુરત જીલ્લામાં કામરેજના એક, ઓલપાડમા એક, મહુવાના એક દર્દીના મોત થયા હતા. સુરત સિટીમાં કોરોનામાં આજે 194 દર્દીઓમાં સૌથી વધુ રાંદેરના 40, અઠવાના 37, કતારગામના 27 સહિતના દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

CORONA WHO

સિટીમાં કુલ 11,791 કેસ અને 518 મૃત્યુઆંક થયો છે. ગ્રામ્યમાં 2874 કેસ અને મૃત્યુઆંક 124 થયો છે. સિટી-ગ્રામ્ય મળી કુલ કેસ 14,665 અને મૃત્યુઆંક 643 થયો છે. સિટીમાં આજે 181 દર્દીને રજા અપાતા કુલ 8291 દર્દી સાજા થયા છે. જ્યારે ગ્રામ્યમાં 80ને રજા અપાતા કુલ 2103 દર્દી સાજા થયા છે. સુરતમાં કુલ 10,394 દર્દી અત્યારસુધી સાજા થઇ ચુકયા છે.

સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા ૪૪૩ દર્દીઓ ગંભીર

સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૫૧૦ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ ૩૪૪ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૩૨૬ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૪ વેન્ટિલેટર, ૩૫ બાઈપેપ અને ૨૭૭ દર્દીઓ ઓક્સિજન પર છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ ૧૫૭ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૧૧૭ દર્દીઓની હાલત ગંભીર છે જેમાં ૯ વેન્ટિલેટર, ૩૧ બાઈપેપ અને ૭૭ દર્દીઓ ઓક્સિજન પર છે.

સુરતમાં કોરોનામાં મૃત્યુ

ક્રમ વિસ્તાર ઉંમર જાતી દાખલ તા.

૧ નાના વરાછા ૬૦ પુરૃષ ૨૩

૨ જહાંગીપુરા ૬૩ પુરૃષ ૧૮

૩ ઉધના ૬૬ પુરૃષ ૨૫

૪ ડીૅડોલી ૪૬ પુરૃષ ૨૭

૫ સચીન ૪૫ સ્ત્રી ૨૭

૬ સૈયદપુરા ૬૧ સ્ત્રી ૨૫

૭ વરાછા ૪૨ સ્ત્રી ૨૨

૮ અલથાણ ૭૧ પુરૃષ ૧૬

૯ કામરેજ ૭૮ પુરૃષ –

૧૦ ઓલપાડ ૬૭ પુરૃષ –

૧૧.મહુવા ૮૦ પુરૃષ –

સુરતમાં કયા ઝોનમાં કેટલા કેસ

ઝોન નવા કેસ કુલ કેસ

સેન્ટ્રલ ૨૦ ૧૩૭૩

વરાછા એ ૨૩ ૧૫૮૪

વરાછા બી૨૪ ૧૧૪૩

રાંદેર ૪૦ ૧૪૯૯

કતારગામ૨૭ ૨૪૫૩

લિંબાયત ૧૦ ૧૫૭૭

ઉધના ૧૩ ૮૯૫

અઠવા ૩૭ ૧૨૬૭

કુલ ૧૯૪ ૧૧૭૯૧

Read Also

Related posts

નરેન્દ્ર મોદી સરકાર નથી નિયંત્રિત કરી શકતી ડિજિટલ મીડિયા, લાવી શકે છે વધુ કડકાઈ સાથેના નવા પ્રતિબંધો

Karan

હરસિમરતે મોદીને ઉજાગરો કરાવી દીધો, સ્પષ્ટતાઓ કરવા માટે કર્યા મજબૂર

Karan

સ્કૂટીની સાથે યુવકને જીવતો સળગાવી દીધો, મિત્ર પાસે માંગીને લાવ્યો હતો ટૂ વ્હીલર અને…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!