GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સુરતમાં હાહાકાર : કોરોનાના નવા 24 કલાકમાં 217 કેસ, સંક્રમિત 293 દર્દીઓની હાલત ગંભીર

કોરોના

સુરત શહેરમાં કોરોના ગંભીર સ્વરૃપ ધારણ કરતાં એક સાથે 185 અને સુરત જિલ્લામાં 32 મળી કુલ 217 દર્દી ઝપેટમાં આવ્યા છે. કોરોનામાં અમરોલીના વૃધ્ધા, ઉત્રાણના વૃધ્ધ, પાંડેસરાના બે વ્યકિત, હરીપુરાના વૃધ્ધ, વેડ રોડના વૃધ્ધા, સૈયદપુરાના વૃધ્ધ, ઉમરવાડાના વૃધ્ધા અને મંછરપુરાના વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત થયુ હતું. તો સુરત જિલ્લામાં ઓલપાડના વૃધ્ધ મોતને ભેટયા હતા. જયારે શહેરમાંથી વધુ 170 દર્દીઓને રજા અપાઇ હતી.

સુરત સિટીમાં કોરોના કહેરમાં આજે 185 દર્દીઓમાં સૌથી વધુ કતારગામના 54, સેન્ટ્રલમાં 22, વરાછા એ 26,વરાછા બી 26, રાંદેર 20, લિંબાયતમાં 15, ઉધનામાં 5 અને અઠવાના 17 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સુરત શહેરમાં આજ દિન સુધીમાં 4,530 પોઝિટીવ કેસમાં 169 મોત થયા છે. જયારે સુરત જિલ્લામાં આજ દિન સુધી 525 પૈકી 15 વ્યકિતનાં મોત થયા હતા. સુરત શહેર- જિલ્લામાં 5055 પૈકી 184 ના મોત થયા છે. સુરત શહેરમાં આજ રોજ વધુ કોરોના સંક્રમિત 170 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 2822 દર્દીઓને રજા આપવામાં આવી છે.

કોરોના

સિવિલનાં ડોકટર સહિત ત્રણ પ્રાઇવેટ ડોકટર, વકિલ, સામાજીક કાર્યકર કોરોનાની ઝપેટમાં

કોરોના સંક્રમિતમાં નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ડોકટર અને લંબેહનુમાન રોડની ખાનગી કલિનીકના એક ડોકટર સહિત ત્રણ ખાનગી ડોકટર,આર.ટી.ઓ એજન્ટ,રીંગ રોડની એચ.ડી.એફ.સીના નોકરી કરનાર, સરદારમાર્કેટમાં શાકભાજી વિક્રેતા, મોબાઇલ દુકાનદાર, સામાજીક કાર્યકર, ઉધનાની બેન્કના કર્મચારી, ગુજરાત ગેસમાં નોકરી કરનાર, રાંદેરમાં કોમ્પ્યુટર સોફટવેરનું કામ કરનાર, ફાયનાન્સ કંપનીમાં નોકરી કરનાર, ભટારની શાળાના શિક્ષક, હજીરાની ફાયર એકિઝક્યુટીવ, વેસુ ખાતેના ગેમ ઝોનના મેનેજર, સોસીયો સર્કલના સી.એની ઓફિસમાં નોકરી કરનાર, પાંડેસરાના ડાઇગ માસ્ટર અને હીરાના કામ સાથે સંકળાયેલ ૩૩ વ્યકિતઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.

સુરત નવી સિવિલમાં સારવાર લેતા કોરોના સંક્રમિત ૨૯૩ દર્દીઓ ગંભીર

સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૧૬૫ વ્યક્તિઓના મોત થયા હતા. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં ૩૮૮ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૩૧૯- દર્દીઓની હાલત ગંભીર છે જેમાં ૧૬- વેન્ટિલેટર, ૩૪- બાઈપેપ અને ૨૪૩ દર્દીઓ ઓક્સિજન પર છે.

Read Also

Related posts

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

અમદાવાદમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે કરી અટકાયત

Nilesh Jethva

અનલોક પાર્ટ-2 શરૂ થતા જ દારૂની ખેપ વધી, રાજસ્થાનથી ઓટો રિક્ષામાં દારૂ લાવતા બે વ્યક્તિની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!