GSTV

કોરોના/ સુરતમાં લાંબા સમય બાદ ફક્ત એક દર્દીનું મોત, 24 કલાકમાં 255 કોરોનાગ્રસ્ત

કોરોના

સુરત શહેરમાં કોરોનામાં આજ રોજ 151અને સુરત જીલ્લામા 104 મળી કુલ 255 દર્દીઓ ઝપેટમાં આવ્યા હતા. સુરત સિટીમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. તો શહેરમાંથી વધુ 166 અને ગ્રામ્યમાંથી 113 દર્દીઓને રજા અપાઇ હતી.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ આજ રોજ રાંદરના એક દર્દીના સારવાર દરમિયાન મોત થયા હતા. સુરત સિટીમાં કોરોનામા આજે 151દર્દીઓમાં સૌથી વધુ અઠવાના 45,રાંદેરના 27 સહિતના દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સુરત શહેરમાં આજ દિન સુધીમા 18902 પોઝિટીવ કેસમાં 651નાં મોત થયા છે.

જયારે સુરત જીલ્લામાં આજ દિન સુધી 5971પૈકી 224વ્યકિતનાં મોત થયા છે. સુરત શહેર- જીલ્લામાં કુલ 24873કેસમાં 875ના મોત થયા છે. સુરત શહેરમાં આજ રોજ વધુ કોરોના સંક્રમિત 166દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 16742 દર્દીઓને રજા આપવામાં આવી છે.જયારે આજે ગ્રામ્યના 133 સહિત કુલ 4790 દર્દીઓ સાજા થયા છે.

સિવિલમાં અને સ્મીમેરમા ૧૬૫ દર્દીની હાલત ગંભીર

નવી સિવિલમાં ૧૬૬ દર્દીઓ પૈકી ૧૧૦ ની હાલત ગંભીર છે. ૭ વેન્ટિલેટર, ૨૬ બાઈપેપ અને ૭૭ ઓક્સિજન પર છે. સ્મીમેરમાં ૭૪ પૈકી ૫૫ દર્દીઓની હાલત ગંભીર છે. ૯ વેન્ટિલેટર, ૨૬ બાઈપેપ અને ૭૭ ઓક્સિજન પર છે.

માસ્ક

સુરત સિટીમાં કયા ઝોનમાં કેટલા કેસ

ઝોન નવાકેસ કુલ કેસ

સેન્ટ્રલ ૧૪ ૨૦૧૯

વરાછા એ ૧૭ ૨૧૬૮

વરાછા બી ૧૦ ૧૬૦૮

રાંદેર ૨૭ ૨૮૪૪

કતારગામ ૧૬ ૩૪૦૦

લિંબાયત ૧૧ ૨૧૫૩

ઉધના ૧૧ ૧૫૭૦

અઠવા ૪૫ ૩૧૪૦

કુલ ૧૫૫ ૧૮૯૦૨

કોરોના

સુરતમાં કોરોનામાં મૃત્યુ

ક્રમ વિસ્તાર ઉંમર જાતી દાખલ તા.

૧ રાંદેર ૮૧ પુરૃષ ૧૧

Read Also

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!