GSTV
Gujarat Government Advertisement

સુરતની સૂરત બદલાશે/ કોરોનાના વળતાં પાણી, કમિશ્નરે કહ્યું આ 3 સ્ટ્રેટેજીએ કોરોનાના હાહાકારથી બચાવી લીધું શહેરને

Last Updated on May 8, 2021 by Dhruv Brahmbhatt

સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની તેમજ વિશેષ અધિકારી એમ. થેનારાશને શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી. મનપા કમિશનરે જણાવ્યું કે સુરતનો પોઝિટિવિટી રેટ હાલ ઘટી ગયો છે. બીજી લહેર બાદ સર્જાયેલી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાયો તેની પાછળ સર્વેલન્સની કામગીરી મુખ્ય છે.

કોરોના

તેમણે કહ્યું કે હાલ સુરતમાં બારસો વેન્ટિલેટર તેમજ 5 હજાર ઓક્સિજન બેડ છે. બીજી તરફ ઓએસડી એમ. થેનારાશને લોકોને વધુમાં વધુ ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કોરોના પર કાબૂ મેળવવા રેગ્યુલર સર્વેલન્સ, કન્ટેઇનમેન્ટ સર્વેલન્સ અને કોમ્બિંગ સર્વેલન્સ એમ ત્રણ સ્ટ્રેટજી અપનાવવામાં આવી હતી.

તેમણે કહ્યું કે સંજીવની રથ દ્વારા દરરોજ અંદાજે 5 હજાર લોકોની મુલાકાત લઇ દરરોજ બારસો લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે ત્રીજી લહેરની શક્યતાને ધ્યાને રાખીને અત્યારથી જ બેડની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. થર્ડ વેવમાં કોરોનાનો અલગ વેરિયન્ટ હોઇ શકે છે. વળી થર્ડ વેવમાં બાળકો સંક્રમિત થવાની શક્યતા છે ત્યારે બાળકોની કાળજી માટે ખાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!