GSTV

નામું નખાઈ ગયું / સુરતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાર્યા, 2015માં 36 સીટો જીતનાર કોંગ્રેસ 2021માં શૂન્ય પર આઉટ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો માત્ર સુરત માટે જ નહીં પરંતુ ગુજરાત માટે પણ નવા રાજકિય સમીકરણો અને શક્યતાઓ લઇને આવ્યા છે. આ પરિણામોએ ગુજરાતમાં એક સમયે અશક્ય ગણાતા ત્રીજા પક્ષની રાજનીતિની શરુઆત કરી છે. સુરત મનપાની ચૂંટણીના માધ્યમથી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો છે.

ખાસ વાત એ છે કે સુરત મનપાની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે શીખામણ રુપ છે, તો ભાજપ માટે ચેતવણી સમાન ગણી શકાય. કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં પોતાનું ખાતું પણ ખોલાવી નથી શકી. ગત મનપાની ચૂંટણીમાં 36 સીટો મેળવનાર કોંગ્રેસ પાર્ટીના આ વખતે સૂપડા સાફ થઇ ગયા છે.

કોંગ્રેસ

આ હાર પણ જેવી તેવી નથી પરંતુ છેલ્લી છ ટર્મથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર સોલંકીની સાથે વિપક્ષ નેતા પપન તોગડીયા સહિતના નેતાઓ હારી ગયા છે. જે કોંગ્રેસ માટે ખેરખર દયનીય સ્થિતિ ગણા શકાય. સુરતમાં આ હારની જવાબદારી સ્વીકારીને સુરત કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું છે.

તો આ તરફ ભાજપ માટે આ પરિણામ એટલા માટે ચેતવણી રુપ ગણી શકાય કે સુરત એ ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલનું હોમટાઉન ગણી શકાય. ત્યારે ભાજપના આ ગઢની અંદર જ આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે. તે પણ 27 સીટોનું. એટલે ભવિષ્યમાં આ સીટો વધવાની શક્યતા રહેલી છે.

એક જોતા સુરતમાં કોંગ્રેસ આઉટ થઇ છે અને આમ આદમી પાર્ટી ઇન થઇ છે. જે જગ્યા પર અત્યાર સુધી કોંગ્રેસ વિપક્ષ તરીકે બેસત હતી, ત્યાં હવે આપ બેસશે. સુરતમાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં આપની સમગ્ર પેનલની જીત થતાં આપની છાવણીમાં જબરદસ્ત ઉત્સાહ છવાયો છે. વોર્ડ નંબર 4માં આપના કુંદનબેન કોઠીયા સહિતના ઉમેદવારો વિજયી બન્યા છે. જ્યારે કે વોર્ડ નંબર 16માં વિપુલ મોવલિયા સહિતના ઉમેદવારોની જીત થઇ છે. તો સાથે સાથે, વોર્ડ નંબર 4 પર પણ આપની પેનલનો ભવ્ય વિજય થયો છે. તો, સુરતના વોર્ડ નં 16માં આમ આદમી પાર્ટીની આખીયે પેનલ વિજેતા બની છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પુડુચેરી/ ભાજપની ગેમમાં અહીં લાગુ છે રાષ્ટ્રપતિ શાસન, કોંગ્રેસનો દબદબો છતાં ખોવી પડી છે સત્તા

Pravin Makwana

મોદી સરકારને મોટી રાહત/ કોરોના બાદ પહેલી વખત પોઝીટીવ આવ્યો દેશનો જીડીપી, અર્થતંત્રમાં આવશે જીવ

Karan

બંગાળ : 5 રાજ્યોમાં સૌની નજર આ રાજ્ય પર રહેશે : આટલા તબક્કામાં યોજાશે અહીં મતદાન, ભાજપનું સૌથી મોટું લક્ષ્ય

Karan
Do NOT follow this link or you will be banned from the site!