GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

સુરત ક્લેકટરનો મહત્વનો નિર્ણય, UP જતી મોટાભાગની ટ્રેનો રદ્દ કરવામાં આવી

સુરતમાં રહેતા મોટા ભાગના યુપીવાસી શ્રમીકો લોકડાઉનના કારણે પોતાના વતન પરત જઈ રહ્યા છે. ટ્રેન મારફતે શ્રમીકો તેમના વતન રવાના થઈ રહ્યા છે. પરંતુ હવે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતા રેલ્વે સ્ટેશનથી યુપી તરફ જતી ટ્રેનોને રદ કરવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતા રેલ્વે સ્ટેશનથી યુપી તરફ જતી ટ્રેનોને રદ કરવામાં આવી

કારણકે મોટાભાગના શ્રમીક મુસાફરો તેમના વતન રવાના થઈ ગયા છે..જેથી રેલ્વે સ્ટેશન પર પણ મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે..મહત્વનું છે કે અત્યાર સુધીમાં 235 જેટલી ટ્રેનોને યુપી ખાતે મોંકલવામાં આવી છે.લોક ડાઉન ના કારણે સુરતથી મોટા ભાગના યુપીવાસી શ્રમિકો પોતાના  વતન ઘરવાપસી કરી જતા સુરત રેલ્વે સ્ટેશનથી યુપી તરફ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે.મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાતા સુરત જિલ્લા કલેકટર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાતા સુરત જિલ્લા કલેકટર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

લોક ડાઉન ને છેલ્લા બે માસથી વધુ સમય થઈ ચૂક્યો છે.લોક ડાઉન ના કારણે સુરતમાં અટવાઈ પડેલા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવી રહી રહ્યા છે.જે માટે તંત્ર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.આજે લોક ડાઉન નો ચોથો તબક્કો અંતિમ ચરણમાં છે,ત્યારે સુરત થી મોટાભાગના શ્રમિકો પોતાના વતન ઘરવાપસી કરી ચુક્યા છે.

સુરત જિલ્લા કલેકટર દ્વારા હાલ યુ.પી.ખાતે ટ્રેનો નહીં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો

જેના કારણે સુરત થી યુ.પી.ખાતે ઉપડતી ટ્રેનોમાં મુસાફરોની  સંખ્યામાં  ઘટાડો નોંધાતા છેલ્લા બે દિવસ દરમ્યાન સત્તર જેટલી ટ્રેનો યુ.પી.ની રદ કરવામાં આવી છે.સુરત જિલ્લા કલેકટર દ્વારા હાલ યુ.પી.ખાતે ટ્રેનો નહીં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ટ્રેન માં મુસાફરોની પૂરતી સંખ્યા ન મળતા તત્રએઆ નિર્ણય લેવાની ફરજ પડી છે.મહત્વ નું છે કે 235 જેટલી ટ્રેનો હમણાં સુધી યુ.પી.ખાતે મોકલવામાં આવી હતી.જે ટ્રેન માં સુરતથી માત્ર 3.50 લાખ યુ.પી વાસી શ્રમિકો પોતાના વતન ઘરવાપસી કરી ચૂક્યા છે.જ્યાં મોટાભાના શ્રમિકો વતન ચાલ્યા ગયા હોવાથી મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.જ્યાં યુ.પી. તરફ ની ટ્રેનો હાલ બંધ કરી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

લાંચ કેસ : PSI શ્વેતા જાડેજાના બનેવી ભૂગર્ભમાં, આરોપી કેનલ શાહ વિરુદ્ધની તપાસના રેકોર્ડ પોલીસે કર્યો કબ્જે

Nilesh Jethva

સુત્રાપાડામાં 4, જામ ખંભાળિયામાં 6 અને ગીરગઢડામાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ધારીમાં નદીના પ્રવાહમાં તણાતા ખેડૂતનું મોત

Nilesh Jethva

આ સાંસદે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કરી અભદ્ર ટિપ્પણી, ભાજપે પણ વળતો જવાબ આપી દીધો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!