GSTV

સુરત ઈવીએમ ગોટાળા પર કલેક્ટરે કરી સ્પષ્ટતા, કહ્યું: ઈવીએમ ટેસ્ટિંગ માટેના હતા

સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પહેલા ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી ઇવીએમ તેમજ બેલેટ પેપર મળી આવવા મુદ્દે કલેક્ટરે સ્પષ્ટતા કરી છે. સમગ્ર મામલે કલેક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ચૂંટણી અધિકારી પાસે બેલેટ પેપર રાખવાની સત્તા છે. જે ઇવીએમ મળી આવ્યા છે તે ટેસ્ટિંગ માટેના છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ ઇવીએમ નોડલ ઓફિસર પાસે રાખવાના હોય છે તેમ કલેક્ટરે જણાવ્યું.

સુરત

મહત્વનું છે કે સુરતની બહુમાળી બિલ્ડિંગના એ-બ્લોકના ચોથા માળે આવેલી ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી વોર્ડ નંબર 8 અને 12ના ઇવીએમ તેમજ બેલેટ પેપર મળી આવ્યા હતા. જેને લઇને કોંગ્રેસ તેમજ આપના કાર્યકર્તાઓએ સવાલો ઉઠાવ્યા હતા.

સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પહેલા ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી ઇવીએમ તેમજ બેલેટ પેપર મળી આવતા વિવાદ સર્જાયો છે. તો ગઈકાલે મોડી સાંજે અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા નજીક મેઘદીપ પ્રાયમરી સ્કુલમાં મતદાન બુથ પર આપ અને કોંગ્રેસના ઉમેદવરો અને કાર્યકરોએ શંકા જતાં ચેકિંગ કર્યું હતુ. ત્યારે ઈવીએમ મશીનમાં ચેડા થતાં હોવાનો આક્ષેપ કર્યો.

સુરત

કાર્યકરોએ ઈવીએમ મશીન મોડુ સીલ કરાયું હોવાનો આક્ષેપ કર્યો. આ મતદાન મથક પર પ્રિસાઈડિંગ ઓફિસર રવિ પૂરમ રાત્રે સાડા આઠ વાગ્યા સુધી હાજર હતા. 6 વાગ્યે મતદાન પૂરું થતાં જ ઈવીએમ મશીન સીલ કરવાનું હોય છે. પરંતુ ઈવીએમ મોડે સુધી પણ સીલ ન થયું હોવાનો કાર્યકરો આક્ષેપ કર્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આઈશા કેસ/ આંખોમાંથી લોહી નીકળે એવો માર મારતો હતો નરાધમ, દહેજ ભૂખ્યા સાસરિયાં વારંવાર રૂપિયાની કરતા હતા ઉઘરાણી

Pravin Makwana

અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા

Pravin Makwana

જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!