GSTV
Home » News » સુરતમાં વિજય રૂપાણીનું બેસણું યોજવામાં આવ્યું, સાથે જ લેવાયા છાજિયા

સુરતમાં વિજય રૂપાણીનું બેસણું યોજવામાં આવ્યું, સાથે જ લેવાયા છાજિયા

સુરત એસટી ડેપો પર કર્મચારીઓએ વિજય રૂપાણીનું બેસણું યોજ્યું હતું અને ગરબા ઘૂમી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. એસ.ટી.ડેપો પર છાજીયા લઈને આંસુઓને વહેવડાવ્યા હતા.

રાજ્યમાં એસટી કર્મચારીની હડતાળ લાંબી ચાલવાના એંધાણ છે. એસટી નિગમના કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. તેમણે અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે. સીએમ વિજય રૂપાણીએ એસટીના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ નહીં આપવાની જાહેરાત કરી બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. જેથી નારાજ એસટી કર્મચારીઓએ તેમની એક દિવસની હડતાળ લંબાવી જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. સંકલન સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો. સાથે આગામી દિવસોમાં વધુ આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

હડતાલથી હાલાકી

ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના કારણે મધરાતથી જ ગુજરાત એસટી નિગમની આઠ હજાર જેટલી બસોના પૈડા થંભી ગયા છે. પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના કારણે એસટી બસોની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. અંદાજે 25 લાખ જેટલા મુસાફરોને આ હડતાળની અસર થઇ છે. તો અંદાજે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓને પણ અસર પહોંચી છે. બાર લાખમાંથી નવ લાખ પાસ ધારકો છે. એક દિવસની હડતાળને કારણે એસટી નિગમને સાત કરોડનો ફટકો પડશે. નોંધનીય છેકે આ હડતાળને લઇને મોડી રાત્રે એસટી નિગમના MD અને યુનિયન વચ્ચે બેઠક યોજાઇ હતી.જે બેઠક નિષ્ફળ રહી હતી અને કર્મચારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા.

એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ નહીં મળે

એસટી કર્મચારી હડતાળ પર છે ત્યારે સીએમ વિજય રૂપાણીએ કહ્યું છે કે ખોટના ખાડામાં કામ કરતી એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ નહીં મળે. સીએમના આ નિવેદનથી એસટી કર્મચારીઓનો રોષ બેવડાયો છે. સીએમે કહ્યું છે કે આ હડતાળથી લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. જે નિગમ નુક્સાની કરે છે તેના કર્મચારીઓએ તંત્ર સાથે બેસી વચલો રસ્તો કાઢવો જોઈએ. નુક્સાન કરતાં નિગમના કર્મચારીના પગાર માટે તથા વિવિધ માગણીઓ માટે આંદોલનનો અધિકાર છે પણ લોકોને તેનાથી તકલીફ ના થવી જોઈએ.

કોઈ પણ મોટી સમસ્યાનું ટેબલ પર બેસીને નિરાકરણ આવી શકે

કૉંગેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે વિધાનસભા ગૃહમાં એસટીનો મુદો ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે એસટી તંત્ર ખરાબ સ્થિતિમાં છે. જેથી સરકાર બદલી અંગેના પરિપત્ર નંબર 2077 રદ કરી વર્ગ 3 વર્ગ 4 ના કર્મચારીઓની બદલીના આદેશ રદ કરે. સાથે જ ગેજ્યુઈટીની મર્યાદા 20 લાખ કરવામાં આવે. ગુજરાતમાં એસ.ટી વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈ હવે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે. કે કોઈ પણ મોટી સમસ્યાનું ટેબલ પર બેસીને નિરાકરણ આવી શકે ન કે જાહેરમાર્ગોને બંધ કરવાથી. હડતાળ પડવાથી મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.એસ.ટી વિભાગના કર્મચારીઓની વિવિધ માંગોને લઈ રાજ્યસરકાર હવે હરકતમાં આવ્યું છે. અને નાયબ મુખ્યમંત્રીની ચેમ્બરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આર.સી ફળદુ સહિત અધિકારીઓ ખાસ હાજરી આપશે અને પડતમાંગને લઈ ખાસ ચર્ચા વિચારણા કરશે.

Read Also

Related posts

એક થપ્પડે ખરાબ કરી નાખ્યું આ અભિનેત્રીનું જીવન, ઘરમાંથી મળી ત્રણ દિવસ જુની સડેલી લાશ

Arohi

મોરબીમાં ઉદ્યોગકારોને પડ્યા પર પાટુ લાગવા જેવી સ્થિતિ

Alpesh karena

ફેરા ફરતા પહેલા વરરાજો ઓનલાઈન થયો, વોટ્સએપ ખોલ્યું તો કન્યાનાં નગ્ન ફોટા ગૃપમાં ફરતા હતા

Alpesh karena