GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

સુરત : સીએમ રૂપાણી પહોંચશે સુરત, આગની ઘટનાના જવાબદાર કોણ?

સુરત માટે આજે કાળો દિવસ.. સૌવ થી વધુ વેરો વરાછા વિસ્તાર ભરી રહીયો છે પણ ત્યાં જ ફાયર વિભાગ પાસે 4 માળ સુધી પોહચી શકે એવી સીડી નથી. સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગની ઘટના બાદ સરકાર તરફથી તંત્ર તરફથી કડકમાં કડક દાખલો બેસે તેવી વાત કરવામાં આવી રહી છે. થોડી વારમાં સીએમ રૂપાણી પહોચશે સુરત.

પરંતુ અહીં સવાલ એ થાય કે શું સુરતમાં આ પ્રકારે આગની આ ઘટના પહેલી વખત બની છે….ના એવું નથી આ પહેલા પણ આવી જ રીતે આગની ગંભીર ઘટના બની છે…પરંતુ આમ છતા આવી ઘટના વારંવાર બની છે..વાત બહૂ જૂની નથી..વર્ષ 2018ના અંતમાં જ સુરતના વેસુ વિસ્તારના આગમ આર્કેડમાં આગની ઘટના બની હતી..

જેમાં ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગમાં એક વિદ્યાર્થીનો જીવ ગયો હતો.આગની ઘટના બાદ તંત્રએ ટ્યૂશન ક્લાસિસના સંચાલક સામે સા-અપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધીને તેમની ધરપકડ તો કરી હતી.પરંતુ તંત્રએ આ ઘટના બાદ પણ એવી કોઇ શીખ ન લીધી કે આ પ્રકારે ફાયર સેફટી વિનાના કોમ્પ્લેકસ સામે કાર્યવાહી હાથ ન ધરી.જો કાર્યવાહી હાથ ધરી હોત તો જો સઘન તપાસ કરાઇ હોત તો તક્ષશિલા કોમ્પ્લેક્સમાં જે રીતે ગંભીર આગની ઘટના બની તે બની ન હોત.

CM Vijay Rupani

સુરતની તક્ષશિલા આર્કેડ ભડકે બળ્યાના મેસેજની સાથે ફાયર વિભાગ પહોંચી ગયું.. આગ એટલી પ્રચંડ હતી કે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો..ચિંતા એ હતી કે આર્કેડમાં કેટલાક લોકો ફસાયેલા હતા..કેટલાક લોકો ફસાયેલા હતા તેનો કોઇ અંદાજ ન હતો.. ટોપ ફલોર પર આવેલ સ્માર્ટ ડિઝાઇનિંગ સ્કૂલના ડોમમાં આગ લાગી હતી..જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો.સૌથી મોટો પડકાર હતો આર્કેડમાં ફસાયેલા લોકોને રેસ્કયૂ કરવાનો. ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે આગને બૂઝાવાની કામગીરી શરૂ કરી.. ફસાયેલા લોકોને બચાવી લેવાયા પરંતુ કરૂણતાની વાત એ હતી કે આગની આ ભયંકર ઘટનામાં આમ છતા 19 જિંદગી હોમાઇ ગઇ

સુરતના સરથાણા જેવા વૈભવી વિસ્તારમાં આવેલા મોટા કહી શકાય તેવા તક્ષશિલા કોમ્પ્લેકસમાં લાગેલી આગની ઘટનાની ઉઠેલી જવાળા સાથે એક એવી વરવી હકિકત પણ સામે આવી છે કે આ આર્કેડમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો ન હતા..કોમ્પ્લેક્સમાં ઇમરજન્સી પરિસ્થિતી સમયે નીકળવાનો બસ એક જ દ્વાર હતો…જેથી વિદ્યાર્થીઓ કે કોમ્પ્લેકસમાં રહેલા લોકો નીકળી ન શક્યા…તો આગની આ ઘનટામાં 10થી વધુ વાહનો બળીને ખાક થઇ ગયા છે..વિકરાળ આગની આ ઘટના બાદ સુરત કોર્પોરેશન સુરત ફાયર વિભાગની કામગીરી સામે ચોક્કસપણે સવાલો સર્જાય છે..

READ ALSO

Related posts

પાકિસ્તાને ચીનને ગિલગીટ, બાલ્ટિસ્તાનમાં આપ્યો સોના, યુરેનિયમનું ખોદાકમ કરવાનો ગેરકાયદે ઠેકો, જિનેવામાં ઉછળશે મુદ્દો

Mansi Patel

7th pay commission: મોદી સરકારનો મોટો નિર્ણય, કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે પે પ્રોટેક્શનનો લાભ

Pravin Makwana

અમેરિકામાં નાના ભૂલકાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોના, બે અઠવાડીયામાં જ 97 હજાર બાળકોને થયો કોરોના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!