GSTV

ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત : શું શૌચાલયો સાફ કરાવવાની બાળકોને અપાઈ રહી છે ટ્રેનિંગ

Last Updated on October 10, 2018 by Karan

ભણશે ગુજરાત  આગળ વધશે ગુજરાતની વાસ્તવિકતા સુરતમાં સામે  આવી છે. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિધાર્થીઓ પાસે શૌચાલયની સાફાઈ કરાવવામાં આવી રહી છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેસી શાળઆમાં વિદ્યાર્થીઓ પાસે સાફ – સફાઈ કરવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો હોવા છતા શાળાના વિદ્યાર્થીઓને હાથમાં ઝાડુ આપી દેવામાં આવે છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ ન કરવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યુ કે, સફાઈ માટે શાળાઓને ગ્રાન્ટની  ફાળવણી કરવામાં આવી છે. નગર પ્રાથમિક સમિતિની કુલ 323 શાળાઓને સફાઈ માટે 17 લાખ 44  હજાર 200 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમ છતા શાળાના બાળકો પાસે સફાઈ કરાવવામાં આવે છે.

  • સુરત: શાળાના વિદ્યાર્થીઓ પાસે કરાવી શૌચાલયની સફાઈ
  • સુરતના વેસુ વિસ્તારમાં આવેલી શાળામાં સફાઈ કરવા વિદ્યાર્થીઓ મજબૂર
  • પરિપત્ર હોવા છતા વિદ્યાર્થીઓ પાસે કરાવાય છે સફાઈ

Related posts

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

ચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Dhruv Brahmbhatt

અનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!