GSTV

સુરત/ સિવિલ હોસ્પિટલ પાસે રાજ્ય બહાર જતાં લોકોના કોરોના ટેસ્ટ કરવાનો સમય નથી, ઘસીને ના પાડી દીધી

સુરત સિવિલ હોસ્પિટલમાં અન્ય રાજ્યમાં જવા માટે કરાતા કોવિડ-19 ટેસ્ટ બંધ કરી દેવાતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ બેંગ્લોરની એક MBBSની વિદ્યાર્થિની સુમન શશિકાંત ઝાને ત્રીજા વર્ષની ફાઈનલ પરીક્ષા હોવા છતાં RTPCR ટેસ્ટ માટે ના પાડી દેવાઈ હોવાનું તબીબ વિદ્યાર્થીનીએ જણાવ્યું છે.

સુમન જે બેંગ્લોરની મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કોલેજમાંથી જાણ કરાઈ હતી કે તમને મહામારી કોરોનામાં ડ્યૂટી અપાઈ છે, એટલે તાત્કાલિક જોઈન્ટ કરી લો. જેને લઈ તેણી મહારાષ્ટ્ર સરકારના પરિપત્ર મુજબ બીજા રાજ્યમાં પ્રવેશ માટે RTPCR ટેસ્ટ કરાવવા સિવિલની કોવિડ- 19 હોસ્પિટલમાં આવી હતી. જોકે ત્યાંના ડોક્ટરોએ સાંભળ્યા વિના ટેસ્ટ માટે ના પાડી દીધી હતી. તો માત્ર સુમન જ નહીં પરંતુ આવી રીતે અન્ય દર્દીઓને પણ આરટીપીસીઆર ટેસ્ટ માટે ઇન્કાર કરીને સુરત સિવિલમાં બહાર કરી દેવાયા હતા.

READ ALSO

Related posts

ભાવનગર/ શિવાજી સર્કલ વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો પ્રારંભ, 8 હજાર લોકોને રસી આપવાનો ટાર્ગેટ

Pravin Makwana

શું ઉર્વશીએ કરી લીઘા લગ્ન ? માંગમાં સિંદૂર લગાવેલા લુકમાં જોવા મળી ઉર્વશી

Mansi Patel

વડોદરા/ ચોરંડા ગામે જંગલી પ્રાણીનો શિકાર કરવા ગયેલા મિત્રનું મિસફાયર થતાં થયું મોત, પોલીસે તપાસ આદરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!