GSTV

આગેકૂચ / ગુજરાતના આ શહેરમાં દર ત્રીજા દિવસે શરૃ થઈ રહી છે ટેકનોલોજી અને સોફ્ટવેર કંપની

Last Updated on June 27, 2021 by Vishvesh Dave

સુરતમાં ટેક્સટાઈલ, ડાયમંડ અને જરી, સુરતના આ પ્રમુખ ઉદ્યોગો રહ્યાં છે. પણ હવે એક નવો ઉદ્યોગ આઇટી પ્રોફેશનલો માટે ખૂબ જ ઝડપભેર વૃદ્ધિ કરી રહ્યો છે. છેલ્લાં એક દસકામાં નાની-મોટી મળીને ૧૩૦૦ જેટલી આઈટી સોફ્ટવેર કંપનીઓ ઉભી થઈ ગઈ છે, અને અંદાજે ૩૫ હજારથી વધુને રોજગારી આપી રહી છે. આ ફિલ્ડમાં દર વર્ષે નવાં ૨૦૦૦ આઇટી પ્રોફેશનલ્સ જોડાઈ રહ્યાં છે.
આઇટી એટલે બેંગ્લોર, પુના અને હૈદરાબાદ. પરંતુ સુરતમાં જે પ્રમાણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે સોફ્ટવેર કંપનીઓ ઉભી થઇ રહી છે, તે જોતાં સુરત માટે એક નવો તબક્કો હવે આઇટીના રૃપમાં આવી રહ્યો છે, એમ ગણપત ધામેલિયા (આઇટી કમિટીના ચેરમેન, ચેમ્બર ઓફ કોમર્સ)એ કહ્યું હતું.


વિવિધ યુનિવસટીઓમાંથી બી.ઈ.,બી.ટેક. અને એમ.સી.એ.ની ડિગ્રી લઈને બહાર પડતાં પ્રોફેશનલ્સને હવે કૌટુંબિક પરંપરાગત ડાયમંડ કે ટેક્સટાઈલના ધંધામાં પડવું નથી. આઇટી પ્રોફેશનલ્સને ભણ્યાગણ્યા પછી નથી ડાયમંડ ઉદ્યોગમાં જવું કે નથી ટેક્સટાઈલ ઉદ્યોગમાં જવું. કઇક નવું કરવું છે. એટલે સોફ્ટવેર કંપનીઓ બની રહી છે. જો આ ધંધામાં નિષ્ફળતા મળે તો કૌટુંબિક ધંધો તો તેમની પાસે છે જ છે, એવું તેઓ માને છે.


વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવસટીમાંથી અને ખાનગી યુનિવસટીઓમાંથી દર વર્ષે અંદાજે આઠ હજાર જેટલાં આઇટી પ્રોફેશનલ્સ ડિગ્રી લઈને બહાર નીકળે છે, તેમાંથી અડધોઅડધ જેટલી છોકરીઓ છે. આમાંથી અડધા ૫૦ ટકા પ્રોફેશનલ્સ આગળ ઉચ્ચ શિક્ષણ માટે કે પછી જોબ માટે વિદેશ ચાલ્યા જાય છે, જ્યારે ૨૫ ટકા જેટલાં દેશના જુદાજુદા આઇટી હબમાં જોડાવાનું પસંદ કરે છે. જ્યારે બાકી બચેલા ૨૫ ટકા સુરત છોડવાની તૈયારી નહીં હોવાને કારણે સ્થાનિક આઇટી-સોફ્ટવેર કંપનીમાં જોબ શોધી લે છે.


સુરતના બે પ્રમુખ ધંધા-ઉદ્યોગ હીરા અને ટેક્સટાઇલ, બેન્કિંગ, એન્ટરપ્રાઈઝીસ રિસોર્સ તથા ગેમિંગ માટેના એપ્લિકેશનો સુરતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આઈટી કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યાં છે. ગેમિંગ માટે તો સુરતના નિષ્ણાંતોએ રાષ્ટ્રીય કક્ષાએ પહેલો ક્રમ મેળવી એવોર્ડ મેળવ્યાં છે. પ્લે સ્ટોર પર સંખ્યાબંધ એપ્લિકેશનો અપલાડ કરવામાં સુરતનો હિસ્સો ખૂબ જ વધી ગયો છે.


છેલ્લાં એક દશકા દરમ્યાન શહેરમાં આઇટી સોફ્ટવેર કંપનીઓની ખૂબ જ વધી ગઈ છે. ૧૦-૧૫ થી લઈને ૪૦૦-૫૦૦ કર્મચારીઓની ક્ષમતા ધરાવતી કંપનીઓ અહીં છે. જોકે, ૪૦૦-૫૦૦ કર્મચારીઓની કંપની અંદાજે ૫૦ જેટલી હોવાનું માનવામાં આવે છે. આઇટી સોફ્ટવેર કંપનીઓ પ્રોફેશનલ્સને રુ. ૧૦-૧૫ હજારથી લઈને ૧.૨૫ લાખ સુધીનો પગાર આપે છે. કોલેજમાંથી ડિગ્રી લઈને બહાર નીકળતા પ્રોફેશનલને શરૃઆતમાં દસ-પંદર હજાર મળે છે.


આઇટી સોફ્ટવેર કંપનીઓ તરફથી પ્લે સ્ટોર પર ગેમિંગ એપ્લિકેશનનો જબરજસ્ત મારો કરવામાં આવે છે. બે એક કંપનીઓ સુરતમાં એવી છે કે પ્લે સ્ટોર ઉપર રોજેરોજ ૧૫ જેટલી ગેમીગ એપ્લિકેશન અપલોડ કરવામાં આવે છે. પ્લે સ્ટોર પર સુરતની હિસ્સેદારી એપ્લિકેશન અપલોડમાં ખૂબ જ વધુ હોવાથી, ગેમિંગમાં જાહેરાતની આવક રુ. ૧૦૦ કરોડ આસપાસ થઈ ગઈ છે.


ઉદ્યોગ સાહસિકતા, પ્રતિભા, કોઠાસૂઝ, ધગશ અને ઇનોવેશન સુરતમાં વસનારાઓમાં ભારોભાર ભર્યો છે અને તેને કારણે જ આજે આઇટી સોફ્ટવેર કંપનીઓએ ખૂબ જ પ્રગતિ સાધી છે. સુરતમાં એકેય વિદેશી કે મોટી કંપનીઓએ રોકાણ કર્યું નથી. સુરતની કંપનીઓએ જ પોતાની આગવી કોઠાસૂઝ અને આવડતને આધારે સફળતા મેળવી છે.

ALSO READ

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!