સુરતમાં આવકવેરા વિભાગને હીરા ઉદ્યોગમાં સફળતા મળ્યા બાદ કાપડ ઉદ્યોગનો વારો આવ્યો છે. કાપડ ઉદ્યોગમાં જાણીતા ઉમર જનરલને ત્યાં સતત બે દિવસથી ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ઉદ્યોગપતિ ઉંમર જનરલે ટેક્સટાઇલના પોતાના ધંધામાં મોટાભાગે રોકડ વ્યવહાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

- સુરતમાં કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડા
- ઉમર જનરલને ત્યાં ઇન્કમટેક્સનું સર્ચ આેપરેશન
- ૧૫ સ્થળે દરોડા પડતા અન્ય ઉદ્યોગકારોના ત્યાં ફફડાટ
બીજી તરફ ઇન્કમટેક્સ વિભાગે ટેક્સટાઇલ એક્સપોર્ટના ચોપડા પણ તપાસવાનું શરૂ કર્યું હતું. નોંધનીય છે કે, કાપડ એક્સ્પોર્ટ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા જનરલ ગ્રૂપના ઉમર જનરલ અને તેમની સાથે સંકળાયેલા કુલ 15 ઠેકાણે સર્ચની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તમામ સ્થળો પર મોડી રાત સુધી જારી રહેલી કાર્યવાહીમાં મોટા પાયે દસ્તાવેજો મળી આવ્યા હતા.તપાસ પછી મોટી રકમની ટેક્સચોરી બહાર આવે તેવી શક્યતા એ અન્ય માં ફફડાટ ફેલાયો છે.
READ ALSO
- વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ
- લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ