ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીના શહેરમાંથી સામાન્ય લોકોને છેતરીને ભેજાબાજ ગઠિયાઓ ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ફરી એકવાર ગોલ્ડ ફાઇનાન્સની સ્કીમમાં સંખ્યાબંધ લોકો ફસાયા અને સોનું ગુમાવ્યાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ અનુસાર 700થી વધુ લોકોનું આશરે ૩૦૦ કિલો સોનું લઈને ગઠિયાઓ ફરાર થઇ ગયો છે.
700થી વધુ લોકોનું આશરે ૩૦૦ કિલો સોનું લઈને ગઠિયાઓ ફરાર

આઇબીવી કંપનીએ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ
આઇબીવી કંપનીએ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. ભેજાબાજ ગઠિયાએ લોકોને વિશ્વાસમાં લીધા અને પછી સોનું લઈને ફરાર થઈ ગયો.
10 દિવસ અગાઉ સુરત પોલીસ કમિશ્નરને આ અંગે રજૂઆત કરી હતી. જો કે દસ દિવસ વીતી ગયા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષસંઘવીને રજૂઆત કરવાનું નક્કી કર્યુ હતુ. જો કે હર્ષ સંઘવી સાથે મુલાકાત નહીં થતા લોકો નિરાશ થયા હતા. સુરતના વરાછા, કાપોદ્રા અને સરથાણા વિસ્તારના રહેવાસીઓ ગઠિયાઓના સકાંજામાં ફસાયા હતા.
READ ALSO
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે