GSTV

સુરતમાં છાપો મારી 19 બાળ શ્રમિકોને કરવામાં આવ્યા મુક્ત, બાળકોને કરાવતા હતા કાળી મજૂરી

Last Updated on January 10, 2020 by Arohi

સુરત ટાસ્કફોર્સ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે સુરતના ભાઠેના વિસ્તારમાં છાપો મારી ૧૯ જેટલા બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. બાળકોને દર મહિને ચાર કલાકનું વળતર ચૂકવી 10 કલાક કાળી મજૂરી કરાવવામાં આવતી હતી.જ્યાં 19 પૈકીના છ બાળકો જરીકામ અને ૧૩ બાળકો ખાટલી વર્કની કામગીરી કરતા હોવાનું બહાર આવ્યું હતું.

થોડા દિવસ અગાઉ 130 કરતાં વધુ બાળકોને કરવામાં આવ્યા હતા મુક્ત

જોકે આ મામલે બાળમજૂરી કરાવનાર માલિકો સામે પણ  કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પુણાગામ વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ ૧૩૦ કરતાં વધુ બાળકોને રાજસ્થાન બાળા આયોગ દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિલેનિયમ માર્કેટ માં સુરત બાળ શ્રમ આયોગ દ્વારા પણ છાપો મારી પાંચ જેટલા પાંચ જેટલા સગીર વયના બાળકોને કાળી મજૂરી કરતા મુક્ત કરાવવામાં આવ્યા હતા.

Read Also

Related posts

દિવાળી સુધરી / ગાંધી રોડના ઇલેક્ટ્રોનિક બજારમાં રોનક, કોરોનાની થપાટ બાદ ગ્રાહકોની ભારે ભીડ

Pritesh Mehta

AMC ફરી શરૂ કરશે પોતાની આ સેવા, BRTSમાં મુસાફરી કરતા મુસાફરોને મળશે સુવિધા

Pritesh Mehta

આવી દિવાળી: અમદાવાદની બજારોમાં જોવા મળ્યો દિવાળીનો ઝગમગાટ ઇલેક્ટ્રોનિક બજારમાં જામી ગ્રાહકોની ભીડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!