GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

સુરત/ ફૂટપાથ પર રહેતી વિધવાની દોઢ વર્ષની બાળકીનું અપહરણ, પોલીસે શરૂ કરી તપાસ

સુરતના રૂવાળા ટેકરા ખાતે ફૂટપાથ પર રહેતી વિધવાની દોઢ વર્ષની બાળકીના અપહરણની ઘટના પ્રકાશમાં આવતા મહિધરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.બાળકીનું અપહરણ પંદર દિવસથી જ વિધવાની નજીક રહેવા આવેલી અને બાળકીને રોજ રમાડતી 40 વર્ષીય મહિલાએ જ કર્યું હોય પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરની વતની અને ત્રણ વર્ષ અગાઉ પતિને ગળાનું કેન્સર હોય તેની સારવાર માટે ત્રણ બાળકો સાથે સુરત આવેલી 40 વર્ષીય શારદાબેન ધીરૂભાઇ દેવીપુજક દોઢ વર્ષ અગાઉ ફરી બાળકીની માતા બની તે અરસામાં જ પતિને પણ ગુમાવ્યો હતો.પતિના અવસાન બાદ તે ચારેય બાળકો સાથે હરિપુરા મેઈન રોડ રૂવાળા ટેકરા વિષ્ણુ જવેલર્સની બહાર ફૂટપાથ ઉપર રહીને દાંતણ વેચી નિર્વાહ કરતી હતી.15 દિવસ અગાઉ તે જ્યાં રહે છે ત્યાં એક મહિલા આવતી હતી અને આખો દિવસ તેની પાસે બેસી રહેતી હોય તેનું નામ પુછતા રેખા જણાવ્યું હતું. રેખા શારદાબેનના બાળકોને રમાડતી હતી અને નજીકમાં ચાની લારીએ ચા પીવડાવવા પણ લઇ જઈ પરત લઇ આવતી હતી.તેથી શારદાબેનને તેની ઉપર વિશ્વાસ હતો.

દરમિયાન, ગત શનિવારે સવારે આઠ વાગ્યે રેખા શારદાબેન પાસે આવી હતી અને રોજની જેમ પાસે બેસી તેમની સૌથી નાની દોઢ વર્ષની દીકરી ઈમલીને રમાડવા માંડી હતી.શારદાબેન રેખાને દીકરીનું ધ્યાન રાખવા કહી બાથરૂમ જઈ પરત ફર્યા ત્યારે રેખા ઈમલીને લઈને ખાઉધરા ગલી તરફ જતી હતી.રેખા તેને ચા-નાસ્તો કરવા લઈ ગઈ હશે તેમ માની શારદાબેન તેની પાછળ ગયા નહોતા અને પોતાના દાતણ વેચવાના કામમાં લાગી ગયા હતા.જોકે, રેખા ઘણા સમય બાદ પણ પરત નહીં ફરતા શારદાબેને ખાઉધરા ગલી અને આજુબાજુના વિસ્તારમાં રેખા અને ઈમલીની શીધખોળ કરી હતી પણ તેઓ નહીં મળતા ઘરના અન્ય સભ્યોને જાણ કરી શોધખોળ કર્યા બાદ રેખા ઉપર વિશ્વાસને લીધે મહિધરપુરા પોલીસમાં ફક્ત જાણ કરી હતી અને કોઇ ફરીયાદ આપી નહોતી.

પરંતુ ગતરોજ પણ આખો દિવસ રાહ જોવા છતાં રેખા પરત નહીં ફરતા અને તેમની શોધખોળ કરવા છતાં ભાળ નહીં મળતા છેવટે શારદાબેને રેખા વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સ્થળ પરના સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે રેખાની શોધખોળ હાથ ધરી છે.ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે.

READ ALSO

Related posts

સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત

pratikshah

મુંબઈ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Kaushal Pancholi

BIG BREAKING: વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારી! રાજ્યમાં ગુજકેટની પરીક્ષાની તારીખો થઈ જાહેર, 1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

pratikshah
GSTV