GSTV

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ કરવામાં આવી. આરોપી ઉમેશ ઉર્ફે લાલા ગુલાબજી ખટીકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અમદાવાદથી સુરત ફોર વ્હીલમાં આવીને ચોરીની મોટર સાયકલ પર ગુનાને અંજામ આપતો હતો. પોતાની ઓળખ છતી ન થાય તે માટે મોંઘું હેલ્મેટ પહેરી ચેઇન સ્નેચિંગ કરતો હતો. આરોપી વયવૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ બનાવતો હતો. ત્યારબાદ આરોપી ચોરીનું વાહન કામરેજ ચાર રસ્તા નજીક બિનવારસી મૂકી નાસી જતો હતો.

ચેઇન સ્નેચિંગના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો

ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમ્યાન વાહન ચોરી અને ચેઇન સ્નેચિંગના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે. અમરોલી, ખટોદરા, અડાજણ સહિત સરથાણા વિસ્તારમાં ગુનાને અંજામ આપી ચુકયો છે. અગાઉ આરોપી અમદાવાદના ચાંદખેડા, સોલા હાઇકોર્ટ અને બોપલ પોલીસ મથકમાં ઝડપાઇ ચુકયો છે. જેમાં પંદર ચેઇન સ્નેચિંગ અને એક અપહરણ સહિત 16 ગુના આરોપીએ આચર્યા હતા. આરોપી ત્રણ વાર પાસા હેઠળ ભુજ અને સુરત લાજપોર જેલમાં સજા કાપી આવ્યો છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!