Last Updated on February 18, 2021 by Pravin Makwana
સુરતના અડાજણ વિસ્તારમાં સી.આર.પાટીલની સભા યોજાઇ હતી. જેમાં રાજ્યની છ મહાનગરપાલિકાઓના 144 વોર્ડમાં વર્ચ્યુઅલ સભાનું આયોજન કરાયું હતું. જો કે અહીં ભેગી થયેલી ભીડ જાણે કે ભોજન માટે જ ભેગી થઇ હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

કારણ કે એક તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સ્પીચ ચાલુ હતી પરંતુ જેવો જમવાનો જાણે સાદ પડયો હોય તેમ લોકોએ અચાનક જમવા માટે દોટ મૂકી હતી. આ સમયે પરિસ્થિતિ એવી થઇ કે થોડી જ વારમાં પાટીલની સભાને થંભાવી દેવી પડી હતી. અહીં દ્રશ્યો એવાં સર્જાઇ ગયા હતાં કે, જાણે અહીં એકઠા થયેલા લોકો જાણે કે માત્ર જમવા માટે જ આવ્યા હોય તેવું કહીએ તો પણ વધારે પડતું નહીં લાગે.

READ ALSO :
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
