GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ

મુસાફરો

સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા દે માર વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી ખાલી ડેંજર લેવલ નજીક વહી રહી છે. દરમિયાન ગઈકાલ મોડી રાત્રે સુરતના સણીયા હેમદ ખાતેની સીટી બસ પાણીમાં ફસાતા 20 જેટલા મુસાફરોને ટીમે રેસ્ક્યુ કર્યા હતા. સુરત શહેરમાં પડી રહેલા ભારે વરસાદ સાથે ખાડીના પાણી શહેરના કેટલાક નીચાણ વાળા વિસ્તારમાં ફરી વળ્યા છે. શહેરના કેટલાક નીચાણ વાળા વિસ્તારમાં ગઈકાલથી જ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.

દરમિયાન રાત્રિના પણ વરસાદ ચાલુ રહેતા અનેક લોકોની હાલત કફોડી થઈ છે. ગઈકાલે રાત્રે 11.25 વાગ્યે સણીયા હેમાદ પાસે પાલિકાની સીટી બસ જતી હતી તે પાણીમાં ફસાઈ હતી. આ સીટી બસમાં 20 થી વધુ મુસાફરો હતા. આ મુસાફરો પાણીમાં ફસાયાનો કોલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને બસમાં મુસાફરી કરતા મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

આ ઉપરાંત મીઠી ખાડીના પાણી માધવ બાગ અને કમરૂનગર સહિત અનેક વિસ્તારમાં ફરી વળ્યા છે. પાલિકાએ તકેદારીના ભાગરૂપે ટ્રેક્ટર અને બોટની અગાઉથી વ્યવસ્થા કરી છે. પાણીમાં ફસાયેલા લોકોને પાલિકાએ 1500 જેટલા ફૂટ પેકેટ પણ વહેચ્યા હતા.

Read Also

Related posts

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah

જે કોઈ લોકો કાયદામાં રહેશે,તે લોકો જ ફાયદામાં રહેશે, કેટલાક અસામાજીક તત્ત્વોએ શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો

pratikshah

નહેરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનીયરીંગના તાલીમાર્થીઓ બરફના તોફાન (એવલેંચ) માં ફસાયા,તંત્ર છે સાબદું

pratikshah
GSTV