GSTV
Home » News » સુરતમાં એક મોટા ગજાના બિલ્ડરને અંડરવર્લ્ડના નામે ધમકી મળી

સુરતમાં એક મોટા ગજાના બિલ્ડરને અંડરવર્લ્ડના નામે ધમકી મળી

સુરત શહેરમાં એક મોટા ગજાના બિલ્ડરને અંડરવર્લ્ડના નામે ધમકી મળી છે. છોટા રાજનની ગેંગના સાગરીતે જાનથી મારી નાંખવાની ધમકી આપી. વેસુમાં આવેલી જમીનમાં સેટલમેન્ટ કરવા બિલ્ડરને ધમકાવવામાં આવ્યો હતો. જો સેટલમેન્ટ નહીં કરે તો ગોળી મારીને હત્યા કરી દેવાશે તેવી ધમકી મળી.

આ મામલે ફરિયાદ નોંધાતા ક્રાઈમબ્રાંચે ખંડણીનો ગુન્હો નોંધીને બે આરોપીની ધરપકડ કરી. અને બંનેની પૂછપરછ કરીને આગળની તપાસ હાથ ધરી છે. બિલ્ડર અને તેના ભાગીદારને માર્ચ થી જુલાઈ મહિનામાં જાનથી મારી નાખવામાંની ધમકી આપી હતી. જેની તપાસ કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચે છોટા રાજન ગેંગના એક સાગરીત સુનિલ ઉર્ફે શેખર ઉર્ફે પ્રતાપ ભીખા જાધવની ધરપકડ કરી છે. સુનિલ મૂળ મહારાષ્ટ્ર જલગાવનો રહેવાસી છે. સુનિલ છોટા રાજન ગેંગનો માણસ છે. વર્ષ 2001માં પુણેમાં મર્ડરના ગુન્હામાં યરવડા જેલમાં હતો. ત્યાં 2003માં  તેની મુલાકાત છોટા રાજન ગેંગના સાગરીત વિક્કી મલ્હોત્રા તેમજ મહેશ મકવાણા સાથે થઈ હતી. ત્યારબાદથી તે છોટા રાજન ઉર્ફે નાના  ગેંગમાં  સામેલ થયો હતો.

Related posts

બની રહી છે નદીમાં તરતી હોટલ, 2020 માટે અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે લોકો

Mansi Patel

કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટના, રાજ્ય સરકાર સફાળી જાગી તમામ મેળામાં થશે કડક તપાસ

Path Shah

World Emoji Day: ઈમોજી સ્ટાઈલમાં જુઓ આ બોલિવુડ સ્ટાર્સનાં રિએક્શન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!