GSTV

Photos / સુરતના બિલ્ડરે 11 લાખમાં ખરીદ્યો ‘તૈમૂર’ નામનો બકરો, ખાય છે કાજુ-બદામ: જાણો તેની અન્ય ખાસિયતો

Last Updated on July 18, 2021 by Zainul Ansari

ઈદ-ઉલ-અઝા (બકરી ઈદ)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઇદના દિવસે અપાતી કુર્બાનીને જોતા બકરાના ભાવ બજારમાં આસમાને પહોંચ્યા છે. ઓનલાઇન માર્કેટમાં પણ બકરા લાખો રૂપિયામાં વેચાઇ રહ્યા છે.

ત્યારે સુરતમાં ઇદ પહેલા એક વેપારીને જેકપોટ લાગ્યો છે. તેણે તૈમૂર નામનો બકરો 11 લાખ રૂપિયામાં વેચ્યો છે.

સુરત શહેરના સાગરમપુરા વિસ્તારમાં રહેતો અશફાક વર્ષોથી બકરાનો વેપાર કરે છે. આ વખતે પણ બકરી ઈદ પહેલા પહેલા મોટી સંખ્યામાં બકરા વેચવા માટે રાખવામાં આવ્યા છે, જેમાં કાશ્મીર, કાઠિયાવાડી ઝેટા, કોટા અને શિરોઈન બકરાઓના નસલોનો સમાવેશ થાય છે.

બકરાઓની ઘણી નસલો વચ્ચે તૈમૂર નામનો બકરો ખૂબ જ ખાસ છે. પંજાબી નસ્લના આ બકરાનું વજન 192 કિલો છે, જ્યારે તેની ઊંચાઇ 46 ઇંચ છે. તૈમૂર નામનો આ બકરો ખૂબ જ ખૂબસુરત છે. અશફાકે જણાવ્યું કે તૈમૂર નામનો આ બકરો સુરતના એક બિલ્ડરે 11 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

બકરાની ઉંમર હાલ અઢી વર્ષ છે. બકરાને કાજુ-બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો, મુરબ્બો સહિતની વસ્તુઓ ખવડાવવામાં આવે છે. આ સાથે રોજ ૪ લિટર દૂધ પિવડાવવામાં આવે છે અને એક કલાક માલિશ કરાય છે.

Read Also

Related posts

ખુશખબર / હવે ઇચ્છે ત્યારે પ્રવેશ લઇ શકશો અને છોડી પણ શકશો, આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

Dhruv Brahmbhatt

સરકારી નોકરી / આવકવેરા વિભાગમાં 10 પાસ માટે નોકરીઓ, ઝડપથી અરજી કરો

Pravin Makwana

અમદાવાદ/સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો, ગંદકી, કાદવ-કિચડ અને દબાણો વચ્ચે શહેરીજનો અટવાયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!