GSTV

ગઢમાં ગાબડું/ સુરતઃ આપ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ, આમ આદમી પાર્ટી પર BJPએ કર્યો ગંભીર આક્ષેપ

Last Updated on June 21, 2021 by Zainul Ansari

સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે નિવેદનબાજીનો દૌર ચાલી રહ્યો છે. સુરતમાં છેલ્લા અમુક દિવસોમાં ભાજપમાંથી છેડો ફાડી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે.

મમતા

આ મામલે ભાજપે આમ આદમી પાર્ટી જુઠ્ઠાણુ ચલાવતી હોવાનો આક્ષેપ કર્યો. સુરત ભાજપ પ્રમુખે કહ્યું કે આપમાં જોડાયેલા લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. જે લોકો આપમાં જોડાયા છે તેમાંથી કોઈ ભાજપના સભ્ય અથવા કાર્યકર્તાઓ પણ નથી. આમ આદમી પાર્ટી જુઠ્ઠાણુ ચલાવી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે.

સુરતમાં પોસ્ટર વોર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાંથી આપમાં કાર્યકરો જોડાવવા સાથે ભાજપના ગઢમાં ભાજપ વિરોધના બેનરનો સીલસીલો શરૃ થયો છે. ભાજપને ખેસ છોડીને આપની ટોપી પહેરતાં કાર્યકરોની સંખ્યામાં સતત વધારો થતાં ભાજપની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા દોઢેક મહિનામાં ભાજપના એક હજારથી વધુ કાર્યકરો આપમાં જોડાયા હોવાનો દાવો થઈ રહ્યો છે.

સુરત ભાજપ માટે સૌથી સલામત ગણાતી વિધાનસભા એટલે પશ્ચિમ વિધાનસભા. આ વિસ્તારમાં કેટલોક લઘુમતિ વિસ્તાર છોડીને કોઈ જગ્યાએ ભાજપનો વિરોધ જોવા મળતો નથી. પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં રાંદેર ઝોનના પાલનપુર પાટિયા અને અડાજણ બાદ રવિવારે રામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર જોવા મળી રહ્યા છે. ભાજપનો વિરોધ કરતા જે બેનર લાગી રહ્યા છે, તે બેનરમાં વિરોધની પેટર્ન એકસરખી જોવા મળી રહી છે. છેલ્લા ૨૫ વર્ષથી ભાજપને મત આપીને ભૂલ કરી હોવાનુ બેનરમાં જણાવાયું છે.

પ્રદેશ પ્રમુખના હોમ ટાઉનમાં જ ભાજપના ગઢમાં ગાબડાં

વિધાનસભાની ચૂંટણી પહેલાં પાટીલ પાવર ઘટી રહ્યો હોય પ્રદેશ પ્રમુખના હોમ ટાઉનમાં જ ભાજપના ગઢમાં ગાબડાં પડી રહ્યાં છે. ભાજપનો ગઢ ગણાતા સેન્ટ્રલ ઝોનમાં ભાજપ વિરોધી બેનર લાગવા સાથે આપનું કાર્યાલય પર ખોલી દેવામા આવ્યું છે. ભાજપનો બીજો ગઢ એવા વરાછા વિસ્તારમાં ઘણાં સમયથી ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાર બાદ હવે ભાજપ માટે સૌથી સલામત રાંદેર ઝોન વિસ્તારમાં ભાજપના વિરોધ સાથે ભાજપના સભ્યો આપમાં જોડાયાનો દાવો કરવામા આવ્યો છે. રવિવારે અડાજણ-રાંદેર ઉપરાંત ખટોદરા વિસ્તારના ભાજપના સંખ્યાબધ કાર્યકરો આપમાં જોડાયા છે, જેના કારણે ભાજપના નેતાઓની ચિંતામાં વધારો થયો છે. ભાજપના નેતાઓ આપમાં કાર્યકરો જોડાવવાની વાતને નકારી રહ્યાં છે. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાઝમેરા કહે છે, વરાછા વિસ્તારમાં જે લોકો જોડાયા હતા તે ભાજપના કાર્યકરો હતા જ નહીં. પરંતુ સોસાયટીમાં મીટીંગ કરીને તેઓ સાથે ફોટો સેશન કરાવીને ભાજપમાં જોડાયા હોવાની વાત વાયરલ કરવામાં આવી રહી છે.

ભાજપ

આ કારણે ભાજપના નેતાઓનું ટેન્શન વધ્યું

રાંદેર- અડાજણ અને ખટોદરામાં દાવો કરવામા આવ્યો છે તેમાં પણ તપાસ કરી રહ્યાં છે અને તેમાં પણ આ પ્રકારની જ સ્ટેટજી અપનાવવામાં આવી હોવાનું દેખાઈ રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન વખતે પણ સુરતમાં ૧૨માંથી ૧૨ વિધાનસભાની બેઠક જીતીને સુરત ભાજપનું ગઢ બની ગયું હતુ. જોકે, હવે મ્યુનિ.ની ચૂંટણી બાદ ભાજપના જ જુના અસંતુષ્ટો બેઠા થયાં છે અને તેમાંથી ઘણાં આપની કંઠી બાંધે તેવી શક્યતા હોવાથી ભાજપના નેતાઓનું ટેન્શન વધ્યું છે. જો ભાજપ આ ડેમેજ કંટ્રોલ નહીં રોકે તો આગામી વિધાનસભામાં ૧૨માંથી ૧૨ વિધાનસભા જીતવાનો રેકોર્ડ તુટી શકે તે શક્યતા નકારી શકાતી નથી.

આ પહેલાં જે બેનર લાગ્યા હતા તેને માટે શાસકોએ ખુલાસો કર્યો હતો કે આ વિસ્તારની સોસાયટીઓ દ્વારા આઇસીના નાણાં ભરાયા ન હોવાથી પ્રાથમિક સુવિધા મળી શકી નથી. આટલું જ નહીં પરંતુ ડિપોઝિટના પૈસા પણ પૂર્વ કોર્પોરેટરોની મદદથી ભરાયા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતુ. ત્યારબાદ આજે રામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા છે. જેમાં જણાવાયું કે, ભાજપે અમને ચૂંટણીમાં આપેલા વચનો પૂરા કર્યા નથી, શાસકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડનો વિકાસ કર્યો ન હોવાથી આગામી ચૂંટણીમાં મતની ભીખ માંગવા આવવું નહીં. અત્યાર સુધી આવા પ્રકારના બેનર પાટીદાર બહુમતીવાળા વરાછા અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જ જોવા મળતા હતા પરંતુ ભાજપનો ગઢ કહેવાતા પશ્ચિમ ઝોનમાં આવા પ્રકારના બેનરોને કારણે નેતાઓની ચિંતામાં વધારો થયો છે.

Read Also

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!