સુરત ભાજપમાં ઉમેદવારી નોંધાવવા 6 લોકો વચ્ચે ખરાખરીનો ખેલ

bjp

સુરત લોકસભા બેઠક પર ભાજપમાં 6 લોકોએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે. હાલના સાસંદ દર્શના જરદોષ, પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા, કિરીટ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલા, શહેર ભાજપ ઉપાધ્યક્ષ ધીરુભાઈ સવાણીએ દાવેદારી નોંધાવી છે. સુરતમાં ભાજપના ઉમેદવારની પસંદગી માટે પક્ષના નિરીક્ષકોમાં ભરતસિંહ પરમાર, સુરતના પ્રભારી ભરત બારોટ અને ભાવનાબેન દવે સુરતની મુલાકાતે છે.

ઉધનામાં ભાજપ કાર્યાલયમાં સેન્સ લીધા બાદ સુરત લોકસભા બેઠકના ઉમેદવારની પસંદગી માટે સેન્સ લેવાઈ રહ્યા છે. સાંસદ દર્શના જરદોશે કહ્યું કે પાર્ટી કોઈ પણ દાવેદારને ટીકીટ આપે તેમાં તેઓ રાજી છે. પાર્ટીના કોઈ પણ ઉમેદવારને લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનાવવાનું પ્રથમ લક્ષ્ય છે. દર્શના જરદોષ છેલ્લી બે ટર્મથી સુરત લોકસભા સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter