GSTV
Surat Trending ગુજરાત

જન્મદિવસને યાદગાર અને ‘ધાર’દાર બનાવવા તલવારથી કરી કેક કટ, પોલીસે બર્થડે બોય પર કરી કાર્યવાહી

કાયદાની ઐસીતૈસી કરી મધરાત્રે જાહેર રસ્તા પર તલવાર વડે બર્થ-ડે કેક કાપી ઉજાણી કરવામાં આવી રહી હોય તેવો વધુ એક વિડીયો સોશીયલ મિડીયામાં વાઇરલ થતા દોડતી થયેલી અમરોલી પોલીસે બર્થ-ડે બોયને ઝડપી પાડવાની સાથે તલવાર કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં કાયદો-વ્યવસ્થાનો છેદ ઉડાડતો વધુ એક વિડીયો સોશીયલ મિડીયામાં વાઇરલ થયો છે. શહેરનો એક ચૌક્કસ વર્ગ હવે મોટી હોટલ, ફાર્મ હાઉસ કે અન્ય પ્રાઇવેટ જગ્યા પર બર્થ-ડેની ઉજાણી કરવાને બદલે જાહેર રસ્તા પર કેક કાપી દારૂની બોટલ, શેમ્પેઇન ફોડવી કે પછી જાહેરમાં ફાયરીંગ કરવું એક સ્ટેટસ માની રહ્યા હોય એમ જાહેર રસ્તા પર મધરાત્રે બર્થ-ડેની ઉજાણી કરવામાં આવી રહી છે. આવો જ વધુ એક વિડીયો સોશીયલ મિડીયામાં વાઇરલ થતા શહેર પોલીસ દોડતી થઇ હતી.

જે અંતર્ગત વિડીયો છાપરાભાઠા વિસ્તારનો હોવાનું જણાતા અમરોલી પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે વિડીયોના આધારે બર્થ-ડે બોય સની ઉર્ફે શાંતુ શાંતિલાલ કંથારીયાને છાપરાભાઠા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડયો હતો. પોલીસે હાથ ધરેલી પુછપરછમાં ગત તા. 11 નવેમ્બરના રોજ સની ઉર્ફે શાંતુનો બર્થ-ડે હતો અને છાપરાભાઠા તાડવાડી બસ સ્ટેન્ડ પાસે મધરાત્રે મિત્રો સાથે મળી બર્થ-ડે ની ઉજાણી કરી હતી અને કેક તલવાર વડે કાપી હતી. પોલીસે સની ની ધરપકડ કરવાની સાથે તેના ઘરના મંદિરમાં મુકેલી તલવાર કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સની અગાઉ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો અને હાલમાં બેકાર છે.

READ ALSO

Related posts

Murder Case: મુંબઈના હેવાને ખોલ્યું રાઝ! બતાવ્યું શામાટે લિવ ઈન પાર્ટનરના ટુકડા ટુકડા કરીને કુતરાઓને ખવડાવ્યા?

HARSHAD PATEL

ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર

Siddhi Sheth

45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું

Kaushal Pancholi
GSTV