સુરત ભાજપના સ્નેહમિલનમાં 50 હજારથી વધુ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહે તેવી શક્યતા છે. સુરતનાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર સ્નેહ મિલન કાર્યક્રમની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. આ સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર રહેશે. જો કે, અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે, જો આજે ભાજપના આ સ્નેહમિલનના કાર્યક્રમમાં જો 50 હજારથી વધુ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહેશે તો શું તેઓને કોરોના નહીં નડે. શું ત્યાં સરકારની કોઇ જ ગાઇડલાઇન લાગુ નથી પડતી?