રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ વડોદરામાં પણ તંત્ર સતર્ક જોવા મળ્યુ અને પ્રભારી સચિવ વિનોદ રાવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ..જેમાં એસએસજી અને ગોત્રી હોસ્પિટલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બંને હોસ્પિટલમાં કુલ 575 બેડની હાલ કેપેસિટી છે. 257 દર્દીઓ ગોત્રી અને 200 દર્દીઓ એસએસજી હોસ્પિટલમાં છે. બંને હોસ્પિટલમાં કુલ 100 વેન્ટીલટર મશીન છે. જેમાં ગોત્રી હોસ્પિટલ ખાતે 53 અને એસએસજીમાં 31 દર્દીઓ વેન્ટીલેટર પર છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોનું ફાયર ઓડિટ પર ધ્યાન અપાશે.
રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડને લઈને ફાયર વિભાગ હરકતમાં આવ્યુ છે. હોસ્પિટલમાં લાગેલી એવિલેશન દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટનાના પગલે મોકડ્રીલનું આયોજન થયુ..સુરતની મોટી-મોટી હોસ્પિટલમાં સર્વે અને તપાસ બાદ કાર્યવાહી હાથ ધરાશે.

READ ALSO
- દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓનું આજથી આંદોલન, વીજ પુરવઠો ખોરવાશે તો સરકારની જવાબદારી
- તણાવ પડ્યો ભારે/ ચીનના 12,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો લટક્યા, સરકાર નથી આપી રહી મંજૂરી
- હાર્દિક પંડ્યાના પિતાના અંતિમ સંસ્કાર/ બંને દિકરાઓએ પિતામ્બર પહેરી પિતાને આપી કાંધ, અંતિમ સંસ્કાર વેળાએ ભાવૂક થયો હાર્દિક
- મોડાસામાં UGVCLના કર્મચારીઓએ પડતર માંગ સાથે વિરોધ કર્યો, 3 હજાર કર્મી હડતાળ પર ઉતર્યા
- કોરોના વેક્સિન લગાવતા પહેલા અને પછી દારૂ પીવો ઘાતક સાબિત થઈ શકે છે, જાણી લો તેના સાઈડ ઈફેક્ટ્સ