સુરતના લિંબાયત સ્થિત નીલગીરી સર્કલ મેદાનમાં બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી ના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં હાજરી આપવા માટે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત ખાતે આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વિવાદિત નિવેદન કર્યું હતું.તેમના આ નીવેદનથી લોકોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે.ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાતે નીવેદન કરતા જણાવ્યું હતું કે,”સુરત કે પાગલ લોગો કો યહી કહેના હૈ કી હમ દો દિન સુરત મેં હૈ.26 કો યહાઁ દરબાર હૈ, પરસો પ્રવચન ઔર વિભૂતિકા વિતરણ હૈ, સબકા સાથ ઔર આમંત્રણ હૈ. વિરોધ ના પગલે જણાવ્યું હતું કે ઉનકી કૃપા હે,ઇસમે કોઈ નઇ બાત નહિ હૈ. હમ ઇન છોટી -મોટી બાતો પર ધ્યાન નહી દેતે. લોગો કા વિરોધ દિખ રહા હૈ ,ઇન લોગોકા પાગલપન દિખ રહા હૈ,ધન્યવાદ.
સુરત આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનને લઈ માહોલ ગરમાયો છે.જ્યાં સુરતના લોકોને પાગલ કહી અપમાનિત કર્યા હોવાનો સુર ઉઠ્યો છે.જ્યાં આગામી દિવસોમાં આ બાબતે ફરી વિરોધનો વંટોળ ઉઠે તો નવાઈ નહિ…સુરત એરપોર્ટથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી રાત્રી રોકાણ કરવા અબ્રામા સ્થિત ગોપીન ગામ ખાતે આવેલ ગોપીન ફાર્મ પોહચ્યા હતા.જ્યાં તેમના કાફલા સાથે ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત બાગેશ્વર ધામ આયોજન સમિતિના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો