સુરતની લાજપોર જેલમાં સિપાહી પર થઈ ગયો હુમલો, આવી રીતે માર્યો માર

સુરતની લાજપોર જેલમાં જેલ સિપાહી પર હુમલાની ઘટના બની છે. હત્યાના ગુનામાં કાચા કામના કેદીઓએ કર્યો હુમલો કરીને જેલ સિપાહીને અજયસિંહ રાઠોડને ગડદા પાટુનો માર મારતા જેલ સિપાહીને સુરત સિવિલ ખસેડાયા છે. બેરેક નંબર એ-4માં ઝડતી દરમ્યાન છેલ્લા સાડા ત્રણ વર્ષથી હત્યાના આરોપસર લાજપોર જેલમાં બંધ આરોપી રાકેશ ગોરખવાઘ, વિશાલ ગોરખવાઘ,અજય રામસિંહ ગીરાશે નામના આરોપીઓએ હુમલો કર્યો હતો. આ અંગે સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જ્યારે કે વિશાલ ગોરખવાઘ નામના આરોપીના પરિવારનો આરોપ છે કે વિશાલને ખોટી રીતે ચારથી પાંચ પોલીસ કર્મચારીઓએ માર માર્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter