Last Updated on February 26, 2021 by Pravin Makwana
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટો પર ભવ્ય વિજય મેળવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતના આંગણે પધાર્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલનું સુરત એરપોર્ટ પર ‘આપ’ ના કાર્યકર્તાઓ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ તેઓએ સુરતમાં જીતેલા ઉમેદવારો સાથે સંવાદ પણ કર્યો હતો.
સુરતમાં 27 સીટો પર ભવ્ય જીત હાંસલ કર્યા બાદ ‘આપ’ ના કાર્યકર્તાઓને જુસ્સો અપાવવા તેમજ પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત પધાર્યા હતાં. જ્યાં તેમનો મેગા રોડ શો યોજાયો હતો. કેજરીવાલના રોડ-શોમાં ભારે જનમેદની ઉમટી પડી હતી. વરાછાના માનગઢ ચોક ખાતેથી રોડ-શોનો પ્રારંભ કરાયો હતો. માનગઢ ચોકથી શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-શો પસાર થઇને સરથાણામાં પૂર્ણ થશે. અંદાજે 7 કિલોમીટર સુધીના લાંબા આ રોડ-શોમાં અરવિંદ કેજરીવાલની સાથે આપના ચૂંટાયેલા 27 કોર્પોરેટરો તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં છે.

અત્રે નોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલે રોડ શો પહેલાં આપના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરોને સલાહ આપતા જણાવ્યું હતું કે, ‘જનતા બધું જ સહન કરી શકશે પરંતુ પોતાનું અપમાન ક્યારે પણ સહન નહીં કરી શકે. તમારા ઘર કે ઓફિસમાં કોઈ પણ આવે તેની સાથે સન્માનપૂર્વક વાત કરો અને તેમનું કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. રાત્રીના બે વાગ્યા પણ કોઈ તમારી પાસે મદદ માંગવા આવે તો તમારે મદદ કરવા માટે તૈયાર રહેવાનું.’

आपको सूरत की जनता ने विपक्ष की भूमिका दी है, सदन के अंदर उनकी नानी याद दिला देना लेकिन कोई गलत काम नहीं होने देना। अब भाजपा वाले कुछ गलत काम नहीं कर पाएंगे क्योंकि यहां आम आदमी पार्टी का विपक्ष आ गया है: नवनिर्वाचित कार्पोरेटरों को संबोधित करते हुए अरविंद केजरीवाल pic.twitter.com/Iz12TjqgKM
— ANI_HindiNews (@AHindinews) February 26, 2021
અરવિંદ કેજરીવાલે નવા ચૂંટાયેલા ‘આપ’ના કોર્પોરેટરોને એવો આદેશ કર્યો કે, ‘કોર્પોરેશનમાં સત્તા પર બેઠેલા ભાજપના નેતાઓને તેમની નાની યાદ આવી જાય એ પ્રકારનો પ્રયાસ કરજો.’

આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘સત્તાધીશો એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર ના કરે તેની ખાસ તકેદારી રાખજો. પ્રજાના પ્રશ્નોને કોર્પોરેશનમાં ઉઠાવજો અને લોકોને પ્રાથમિક સુવિધા મળે એ માટે સતત 24 કલાક તમારે કાર્યરત રહેવાનું છે.’

READ ALSO
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
