GSTV
Home » News » VIDEO: સુરતીલાલાઓએ દાંત કકડાવ્યાં, પાકને હંફાવવા આર્મીની લગોલગ તડામાર તૈયારી કરી રહ્યા છે

VIDEO: સુરતીલાલાઓએ દાંત કકડાવ્યાં, પાકને હંફાવવા આર્મીની લગોલગ તડામાર તૈયારી કરી રહ્યા છે

પુલવામાના આતંકી હુમલા બાદ મા ભોમ માટે પ્રાણ ન્યોછાવર કરવાની મહેચ્છા સાથે અનેક યુવાનો આગળ આવી રહ્યા છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં 35 જેટલા યુવાનો સેનામાં ભરતી થવાની તમન્ના સાથે છેલ્લા કેટલાક દિવસથી ફિઝીકલ તેમજ પ્રેક્ટિકલ તાલીમ લઇ રહ્યા છે.

જે રીતે આર્મીમાં જવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે તે જ રીતે આ યુવાનો ફિઝિકલ ટ્રેનિંગ લેતા જોવા મળી રહ્યા છે. યુવાઓના આ ગ્રુપની એક જ ઇચ્છા છે કે તેઓ પોતાને એવી રીતે તૈયાર કરે કે ભારતીય સેનામાં સામેલ થઈ શકે. ધર્મ કે નાતજાતના ભેદ વગર દોડ યહી જિંદગી હૈ નામના ગ્રુપના યુવાનોને ફિઝિકલ પ્રેક્ટિસ માટે ડીંડોલી તળાવ પાસે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

સેનામાં ભરતી થવાની નેમ સાથે સવાર-સાંજ સતત પરિશ્રમ કરી સાત જેટલા યુવાનો આજે સૈનિક બની ચૂક્યા છે. અને ગુજરાતમાંથી વધુમાં વધુ યુવકો સેનામાં જોડાય તે જ આ ગ્રુપનો હેતુ છે.

READ ALSO

Related posts

અમેરિકાના હ્યૂસ્ટનમાં PM મોદીનાં કાર્યક્રમમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

Mansi Patel

દુનિયા આજે ફરી નિહાળશે હિન્દુસ્તાનનો દમ, હાઉડી મોદી માટે નવોઢાની જેમ સજ્જ થયું છે હ્યૂસ્ટન

Riyaz Parmar

વડોદરામાં ભારે ઉકળાટ બાદ વરસાદનું થયું આગમન , ગરબા આયોજકોમાં ચિંતાના વાદળો ઘેરાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!