GSTV
AGRICULTURE Surat Trending ગુજરાત

સુરત એપીએમસી માર્કેટની નવી પહેલ/ દર વર્ષે તૈયાર કરાય છે મેંગો પલ્પ, દર વર્ષે 1200 ટન કેરીમાંથી માત્ર 2 મહિનામાં 8 લાખ ટીન તૈયાર

રાજ્યના જુદા જુદા શહેરો અને જિલ્લામાં આવેલ એપીએમસી માર્કેટ પૈકીની એકમાત્ર સુરત એપીએમસી માર્કેટ દ્વારા અલગથી મેંગો પલ્પ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ પ્લાન્ટ થકી ખેડૂતોને લાભ આપવાની સાથે કામદારોને પણ રોજગારી મળી રહે તે દિશામાં કામ કરી રહી છે. દર વર્ષે 1200 ટન કેરીમાંથી અંદાજીત આઠ લાખ મેંગો પલ્પના ડબ્બા માત્ર બે મહિનાની અંદર તૈયાર કરી ભારત સહિત અમેરિકા, દુબઈ, રશિયા સહિતના દેશોમાં મોકલી એક નવી આવક રળી રહી છે. કેરીની સિઝનમાં પ્રતિદિવસ 20 હજાર મેંગો પલ્પ ડબ્બાનું અહીં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પ્રતિ મેંગો પલ્પના ડબ્બા પાછળ 20 ટકા જેટલું માર્જિન સુરત એપીએમસી રળી રહ્યું છે.

સુરતના પુણાગામ ખાતે આવેલ સુરત એપીએમસી માર્કેટ આમ તો શાકભાજીના ટેક્સમાંથી પોતાની આવક ઉભી રહ્યું છે, સાથે અલગથી એક મેંગો પલ્પ પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. જે પ્લાન્ટ થકી લોકોને રોજગારી આપવા સાથે ખેડૂતોને સીધો લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત એપીએમસી માર્કેટના સંબંધિત સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર,એપીએમસી માર્કેટના મેંગો પલ્પ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. દર વર્ષે એપીએમસી અલગથી એક આવક ઉભી કરે છે. કેરીની સિઝનમાં અંદાજીત 1200 ટન આફૂસ કેરીમાંથી આઠ લાખ મેંગો પલ્પના ડબ્બા તૈયાર કરવામાં આવે છે.

હાલ ચાલી રહેલી કેરીની સિઝન દરમ્યાન એપીએમસીના આ પ્લાન્ટમાં રત્નાગીરી સહિત અન્ય ખેડૂતો પાસેથી આફૂસ કેરીનો જથ્થાબંધ સ્ટોક ખરીદવામાં આવે છે. જેનો ફાયદો સીધેસીધો ખેડૂતોને થઈ રહ્યો છે. માત્ર બે મહિનાની અંદર 1200 ટન કેરીનો જથ્થો સંગ્રહ કરી મેંગો પલ્પ તૈયાર કરી દેશ-વિદેશ મોકલવામાં આવશે. જ્યાં પ્રતિદિવસ 20 હજાર મેંગો પલ્પના ડબ્બાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પ્લાન્ટમાં આવતા કેરીના જથ્થાને સાત દિવસ સુધી કુદરતી રીતે ઘાસમાં પકવવામાં આવે છે. ત્યારબાદ પીલાણ સહિતની પ્રક્રિયા કરી 92 ડીગ્રી સેલ્શિયના તાપમાનમાં પલ્પ તૈયાર કરવામાં આવે છે.

મેંગો પલ્પ તૈયાર કરવા 150 જેટલા કારીગરોની મહેનત છે. કેરી પકવવાથી લઈ પીલાણ અને છટણી સુધીની પ્રક્રિયા કરવામાં આવે છે. જે ડબ્બામાં મેંગો પલ્પ ભરવામાં આવે છે,તે ડબ્બાને બેક્ટેરિયા મુક્ત કરવામાં આવે છે. ત્યાર પછી જ મેંગો પલ્પ પેકિંગ થાય છે. પ્રતિદિવસ એપીએમસીના આ પ્લાન્ટમાં 20 હજાર જેટલા ડબ્બા પેકિંગ થાય છે. જેને કન્ટેનર મારફતે ભારતના જુદા જુદા રાજ્યો અને વિદેશોમાં અમેરિકા, દુબઈ, કેનેડા, સાઉથ આફ્રિકા,રશિયા,જાપાન, યુ.કે.મોકલવામાં આવે છે. પ્રતિ મેંગો પલ્પના ડબ્બા પાછળ એપીએમસીને 20 ટકા જેટલું માર્જિન મળે છે. માત્ર સુરત એપીએમસી માર્કેટ અલગથી એક આવક ઉભી કરવા સાથે ખેડૂતોને સારા ભાવ અપાવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર

READ ALSO

Related posts

BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ

Nakulsinh Gohil

વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો

Hardik Hingu

RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત

Nakulsinh Gohil
GSTV