GSTV
Home » News » સુરતમાં સર્વધર્મ સભામાં કોંગી નેતાઓએ ભાજપ પર માત્ર સત્તા પ્રેમી હોવાનો લગાવ્યો આરોપ

સુરતમાં સર્વધર્મ સભામાં કોંગી નેતાઓએ ભાજપ પર માત્ર સત્તા પ્રેમી હોવાનો લગાવ્યો આરોપ

સુરતમાં સર્વધર્મ સભામાં કોંગી નેતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ અને ઉત્તર પ્રદેશના વરિષ્ઠ નેતા રાજ બબ્બર, ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા સહિત નેતાઓ હજાર રહ્યા હતા. અહમદ પટેલે લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભાજપ એ માત્ર સત્તા પ્રેમી હોવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે રાજ બબ્બરે ગાંધીની વાત કરનાર ભાજપ લોકોને મારવાનું કામ કરતો હોવાનો આક્ષેપ લાગ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ બની રહી છે. ત્યારે તેના પર રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે પ્રતિક્રિયા આપતા તપાસની માંગ કરી છે.

ગીરમાં સિંહોના મોતનો લઈને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્રમોદીને પત્ર લખ્યો છે. ગીરના સિંહોના મોત અંગે તેમના દ્વારા લખાયેલા પત્ર અંગે તેઓએ કહ્યું કે જો સરકાર અગાઉ યોગ્ય પગલું ભર્યું હોત તો આજે સિંહોના મોત ન થયા હોત. સરકારની નિષ્કાળજીના કારણે જ સિંહોનું મોત થયું છે. વાતો મેક ઇન ઇન્ડિયાની કરવામાં આવે છે પરંતુ સિંહો માટે વેકસીન વિદેશોમાંથી મંગાવવામાં આવે છે.

ગુજરાતના સુરત શહેર આવી સર્વધર્મ સભાને સંબોધી રહેલા રાજ બબ્બરે ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગાંધીજીની વાત કરનાર ભાજપ લોકોને મારવાનાનું કામ કરે છે અને ફરજી દસ્તાવેજો બનાવે છે. જ્યારે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે સભાને સંબોધતા જણાવ્યું કે, સિંહોના મોત લાપરવાહી સામે આવી છે. અહમદ પટેલે કહ્યું હતું કે જો સરકાર અગાઉ પગલાં ભર્યા હોત તો સિંહોના મોત ન થયા હોત.

સુરતમાં આયોજિત સર્વધર્મ સભાને સંબોધતા રાજ બબ્બરે કોઈપણ રાજકીય પાર્ટીનું નામ લીધા વિના  ગુજરાતમાં થયેલા તોફાનો અને એન્કાઉન્ટરનો ઉલ્લેખ કર્યો  અને જણાવ્યું હતું કે, ગાંધીના પ્રદેશથી આવી ગાંધીની વાતો કરનાર લોકોને કહેવા માગું છું કે તેઓ ગાંધીના સત્ય-અહિંસા સિદ્ધાંતને પાલન નથી કરતા. તેઓ લોકોને મારવાનાનું કામ કરે છે અને ફરજી દસ્તાવેજો બનાવે છે.

સુરતમાં  6.50 લાખ લુમ્સ મશીનોની સંખ્યાં 3 લાખ થઈ ગઇ છે. બે લાખ લોકો બેરોજગાર થઈ ગયા છે.  આજે દેશની સરકાર ઈમાનદાર નથી. રાહુલ ગાંધીએ અલખ જગાવ્યું છે. તેઓ લોકો માટે દુવાઓ અને પ્રાર્થનાઓ લેવા જાય છે. બે વિચારો લોકો સામે છે, એક વિચાર આરએસએસની છે કે જે હે રામ કહેનાર લોકોને ગોળી મારે છે અને બીજો વિચાર કે જે રામ કહેનારને ગળું લગાવે છે.

સુરતમાં આયોજિત  કોંગ્રેસ ભાષા-ભાષી સેલના  સંમેલનમાં પક્ષના રાજ્ય અને કેન્દ્રના મોટા નેતાઓએ હાજરી આપી હતી. જેમાં રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ અને ઉત્તર પ્રદેશના વરિષ્ઠ નેતા રાજ બબ્બર, ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાઢીયા, અમિત ચાવડા સહિત નેતાઓ હજાર રહ્યા હતા. અહમદ પટેલે લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભાજપ એ માત્ર સત્તા પ્રેમી છે. લોકોને સંકલ્પ કરવાનો  છે કે અમને કોમી એકતા બનાવી રાખવી છે. મંદિર-મસ્જિદના નામે લોકોને લડાવવામાં આવે છે. જોકે રામ મંદિર વિશે પૂછતાં તેઓએ કશું કહેવાના બદલે મામલાને કોર્ટ મેટર બતાવી ટાળ્યું હતું.

જ્યારે અહેમદ પટેલને ગુજરાતમાં પરપ્રાંતિઓ ઉપર થયેલા હુમલા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તેઓને ઘટના અંગે સમગ્ર માહિતી નથી પરંતુ તેની યોગ્ય તપાસ થવી જરૂરી છે. સાથે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ભરૂચથી લોકસભાની ચૂંટણી લડશે ત્યારે હા કે ના જવાબ આપવાના બદલે તેઓએ જણાવ્યું હતું કે જે પાર્ટી તેમની માટે નક્કી કરશે તેમ તેઓ કરશે.

હાલ રામ મંદિરનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. દરેક પાર્ટીની નજર સુપ્રીમ કોર્ટમાં ચાલનારા મંદિરના કેસની સુનાવણી ઉપર છે ત્યારે સુરત ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત સર્વધર્મ સંમેલનમાં રામ મંદિર અને તેના વિવાદનું નામ લીધા વગર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે ભાજપ પર વાર કરતાં કહ્યું હતું કે તેઓ મંદિર અને મસ્જિદના નામે લોકોની ભાવનાને ઉશ્કેરવાનું કામ કરે છે.

સુરત ખાતે સભાને સંબોધિત કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલે કહ્યું હતું કે હિન્દૂ અને મુસલમાનના લોહીનો રંગ એક છે. મંદિર હોય કે મસ્જિદ આ માત્ર એક ઉપરવાળાની ઈબાદતનો રસ્તો છે. મંદિર મસ્જિદને લઈ લોકોને લડાવવામાં આવે છે. પ્રેમની ભાવનાઓ સાથે રમત રમવામાં આવે છે. લોકોને સંબોધિત કરતા અહમદ પટેલે આ મુદ્દે ઉર્દૂમાં શાયરી પણ કહી હતી.

કાશ મેરે મુલ્ક મેં ઐસા બને.

મંદિર જલે તો રંજ મુસલમાન કો ભી હો.

લૂંટને આએ કિસી મસ્જિદ કિ આબરૂ.

યહ ફીકર મંદિરો કે નિગહબાનો કો ભી હો.

સુરતમાં યોજાયેલ  ભાષા-ભાષી સેલના સંમેલન કાર્યક્રમમાં હાજર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું નામ લીધા વિના પ્રહાર કર્યા હતા. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીનો દૌર શરૂ થઈ ગયો છે. ત્યારે કોંગસ આવા મુદ્દાઓ ઠકી સરકારને ઘેરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે.

 

Related posts

ભારતની સિધ્ધિ : વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર : બ્રિટન, ફ્રાન્સ પાછળ

Mayur

મુસ્લિમ મહિલાઓને વિરોધ પ્રદર્શન કરતી જોઇ આનંદ થયો ! : સુમિત્રા મહાજન

Mayur

ઇન્કમટેક્સ વિભાગે અહેમદ પટેલને 400 કરોડના હવાલા મામલે નોટિસ ફટકારી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!