સુરત આમ આદમી પાર્ટી (આપ)માં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ પેદા થઈ છે. હજુ હાલમાં આપના કોર્પોરેટરોએ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા ત્યાં વધુ એક વાયરલ થયેલ વીડિયો ક્લિપે વિવાદ સર્જ્યો હતો.

આમઆદમી પાર્ટીના વોટ્સએપ ગ્રપમાં બિભત્સ કલીપ સાથેનો મેસેજ વાયરલ થયો હતો. આપના વોટ્સએપ ગ્રુપમાં સબ કુછ કરો લવ નહીં નામનું સ્ટેટસ ધરાવતા કાર્યકરે બિભત્સ ક્લિપ વાયરલ કરી હતી. બિભત્સ ક્લિપ વાયરલ થતા અનેક લોકો વોટ્સએપ ગ્રુપમાંથી રિમુવ થયા હતા. આ ગ્રુપમાં મહિલા કોર્પોરેટરો પણ સામેલ છે.
સુરત આપના પાંચ કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કર્યો
સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. તાજેતરમાં જ સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ નગરસેવકો રાજીનામા ધરીને ભાજપમાં જોડાયા હતા. AAPનાં 5 કોર્પોરેટરોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં જ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. જો કે બીજી બાજુ ભાજપ દ્વારા આપ પાર્ટીનાં નગરસેવકોને મોટા પ્રલોભનો આપી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ થયા.

સુરતમાં 27 માંથી પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાતા હવે માત્ર 22 કોર્પોરેટર જ બાકી રહ્યાં
મહત્વનું છે કે, સુરત AAPનાં પાંચ કોર્પોરેટરોએ આપ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાનાર પાંચ કોર્પોરેટરમાં ઋતા દુધાત્રા, વિપુલ મોવલીયા, જ્યોતિકા લાઠીયા, મનીષા કુકડીયા અને ભાવનાબેન સોલંકીએ AAP સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાણ કર્યું હતું. જો કે હજુ પણ સુરત આપમાં વધુ કોર્પોરેટર ભાજપમાં જોડાઇ તેવી શક્યતા છે. ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત AAPના 5 કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કર્યો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટરોએ વિધિવત રીતે ભાજપમાં જોડાણ કર્યું હતું. આમ, હવે સુરતમાં 27 કોર્પોરેટરમાંથી પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાતા હવે માત્ર 22 કોર્પોરેટર જ બાકી રહ્યાં છે.
જાણો કયા 5 નગરસેવકો જોડાઇ શકે છે ભાજપમાં?
- ૠતુ કુકડિયા વોર્ડ નં-૩
- જ્યોતિ લાઠીયા વોર્ડ નં -૮
- વિપુલ મોવલિયા વોર્ડ નં -૧૬
- મનીષા કુકડિયા વોર્ડ નં -૫
- ભાવનાબેન સોલંકી વોર્ડ નં -૨
ઉલ્લેખનીય છે કે, વિપક્ષના નેતા ધર્મેશ ભંડારીએ કહ્યું હતું કે, ‘પાર્ટી અને પ્રજા સાથે દગો કરનારા નગરસેવકોને બિલકુલ પણ સાંખી લેવામાં નહીં આવે. ધર્મેશ ભંડારીએ કહ્યું કે, વિરોધ પક્ષની તાકાત વધી રહી છે. જેને લઇ ક્યાંકને ક્યાંક ભાજપ દ્વારા અવાજને દબાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. પાંચ નગર સેવકો રાજીનામા આપે તેવું સાંભળ્યું છે પણ હજી સ્પષ્ટતા નથી થઈ અને તેઓ ભાજપના સંપર્કમાં હોવાની પણ માહિતી મળી છે.’
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- કચ્છ/ ચિત્તા બ્રીડિંગ સેન્ટર શરૂ કરવાનો માલધારીઓનો વિરોધ, બન્નીના 19 ગામના લોકોએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર
- 50 વર્ષ બાદ મકરમાં સૂર્ય અને મંગળનો રચાશે સંયોગ, 2024નું વર્ષ આ રાશિના જાતકો માટે શુભ
- Appleનો મોટો નિર્ણય / બ્લોક થઈ આ પોપ્યુલર એપ, એન્ડ્રોઈડ યુઝર્સને લાગ્યો મોટો ઝટકો!
- શેરબજારમાં આ તેજી ભારતીય અર્થતંત્રનું ભ્રામક ચિત્ર રજૂ કરી રહી છેઃ રઘુરામ રાજન
- વર્ષ 2023માં કમાણી મામલે આ છે ટોપ 5 ફિલ્મો, વિશ્વભરમાં 650 કરોડથી વધુની કમાણી કરવામાં થઈ સફળ