સુરત શહેરમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જે બેસુમાર 46.8 ઇંચ વરસાદ ખાબકયો છે. તે વરસાદે સુરત શહેરના ઇતિહાસમાં છેલ્લા 100 વર્ષમાં ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા વરસાદનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. છેલ્લા 100 વર્ષમાં ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ 1953 માં 35.5ઇંચ અને ત્યારબાદ 67 વર્ષ પછી આ વર્ષે નોંધાયો છે. આ વર્ષે સુરત શહેરમાં કુલ 77.52 ઇંચ ની સામે 60 ટકા વરસાદ ફકત ઓગસ્ટમાં જ વરસ્યો છે.
કોરોનાકાળમાં મેઘો બન્યો આફત
છેક 2006 ના વિનાશક પૂર પછી આ વર્ષે ઓગસ્ટ મહિનો શહેરીજનો તથા ખેડુતો તેમજ વેપારી સહિતના તમામ ધર્ધાથીઓને કોરોનાની મહામારી સાથે બેસુમાર વરસાદના કારણે યાદ રહેશે. આ વર્ષે દેમાર વરસાદથી ખાડીપુર, ખેતીપાકોને વ્યાપક નુકસાન, હાઇવે હોઇ કે ગામડાઓના રસ્તાઓ તમામને ભારે નુકસાન થયુ હોવાથી આ ઓગસ્ટ મહિનો ભૂલી શકે તેમ નથી. જો કે સપ્ટેમ્બર મહિનાથી વરસાદે વિરામ લેતા તમામ રાહત અનુભવી રહ્યા છે. પરંતુ ઓગસ્ટ મહિનાનો વરસાદનો ઇતિહાસ જોઇએ તો છેલ્લા 100 વર્ષમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ બે વખત નોંધાયો છે. જેમાં સને 1953 માં 888 મિ.મિ એટલેકે 35.5 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ છેક ૬૭ વર્ષ પછી આ વર્ષે રેકોર્ડ તોડતો વરસાદ ઓગસ્ટ મહિનામાં 1170 મિ.મિ અને 46.8 ઇંચ નોંધાયો છે. આમ 100 વર્ષના વરસાદનો રેકોર્ડ આ વર્ષે તુટયો છે.


આ વર્ષે સુરત શહેરનો કુલ વરસાદ 77.52 ઇંચ નોંધાયો છે. જેમાંથી ફકતને ફકત ઓગસ્ટ મહિનામાં 46.8 ઇંચ એટલેકે 60 ટકા વરસાદ ઓગસ્ટમાં ઝીંકાયો છે. આમ આ વરસાદે છેલ્લા 100 વર્ષમાં ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા વરસાદનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
છેલ્લા દસ વર્ષમાં ઓગસ્ટનો વરસાદ
વર્ષ વરસાદ ( ઇંચ )
૧૯૫૩ ૩૫.૫૦
૨૦૧૦ ૧૪.૩૨
૨૦૧૧ ૨૦.૪૮
૨૦૧૨ ૦૪.૪૮

૨૦૧૩ ૧૨.૦૮
૨૦૧૪ ૦૬.૩૨
૨૦૧૫ ૦૩.૧૬
૨૦૧૬ ૦૯.૪૦
૨૦૧૭ ૧૫.૯૨
૨૦૧૮ ૦૮.૭૬
Read Also
- પિતા બન્યા બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર બદલ્યો પોતાના બાયો, પત્ની અને દિકરી માટે લખી આ ખાસ વાત
- સરકારે ચાલુ ખરીફ સત્રમાં અત્યાર સુધી MSP યોજના હેઠળ ખરીદ્યું 1.06 લાખ કરોડનું અનાજ
- એલન મસ્કને પાછળ છોડી જેફ બેઝોસ બન્યા ફરીથી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, જાણો મુકેશ અંબાણી સહિત ટોપ 10 ધનિકો
- બેંક ખાતા સાથે લિંક મોબાઈલ નંબરનો ઉપયોગ નથી કરતા, તો તુરંત બદલો નહિ તો થઈ શકે છે નુકશાન
- હવે તમારી રસોઈના સ્વાદને વઘારવા અપનાવો ઢાબા સ્ટાઈલ તડકાની રીત, મળશે અલગ સ્વાદ અને સુગંધ