GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

સુરતના આ વિસ્તારોમાં ફાટશે કોરોના બોમ્બ, લોકડાઉનમાં છૂટછાટ બાદ 6 લાખથી વધુ લોકો પરત ફર્યા

કોરોના

સુરતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે લોકડાઉનમાં થોડી રાહત અપાતા ૬ લાખથી વધુ સૌરાષ્ટ્રીયન અને અન્ય જિલ્લામાં પહોચી ગયાં હતા. હવે અનલોક-1 શરૃ થતાં અનેક લોકોએ પરત આવી રહ્યા છે અને સુરતમાં પ્રવેશવાના કેટલાક રસ્તાઓ પર કોઈ પહેરો ન હોવાથી કોઇને પણ જાણ વગર લોકો સુરત આવી રહ્યા હોવાથી આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ વરાછા અને કતારગામની સોસાયટીમાં વધે તેવી શક્યતા છે.

મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ જણાવ્યુ ંહતું કે, હાલમાં લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ કેસ આવી રહ્યાં છે પરંતુ આગામી દિવસોમાં કતારગામ અને વરાછા વિસ્તારમાં કેસો વધે તેવી સંભાવના છે. આવી સ્થિતિ હોવાથી કતારગામ અને વરાછા વિસ્તારની સોસાયટીના પ્રમુખ, લોકો અને એન.જી.ઓ. દ્વારા લોકોમાં જાગૃત્તિ કરવામા ંઆવે તે જરૃરી છે.

સુરત

હાલમાં એવું જોવામાં આવ્યું છે કે કેટલાક વિસ્તારમાંથી કોવિડના દર્દી આવે છે તેઓ અતિ ગંભીર હાલતમાં આવતા હોય છે. જેન કારણે આ દર્દીઓને વેન્ટીલેટર, બાયપેપ કે ઓક્સીજન પર મુકવામા ંઆવે છે. આવી ગંભીર હાલતમાં દર્દીઓ આવતાં હોવાથી મરણનું પ્રમાણ પણ વધે છે. આવા કિસ્સાઓને જોતાં હવે માત્ર કતારગામ કે વરાછા જ નહીં પરંતુ દરેક વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને કોવિડના લક્ષણ જોવામા ંઆવે તે લોકોએ પહેલાં જ દિવસથી સારવાર શરૃ કરી દેવાની હોય છે.

17217 કોરોના કેસ, 1063ના મોત અને 10780 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ12,4948647708
સુરત1659711128
વડોદરા107439616
ગાંધીનગર28514161
ભાવનગર1228103
બનાસકાંઠા114587
આણંદ1011084
અરવલ્લી1115103
રાજકોટ115370
મહેસાણા120573
પંચમહાલ891072
બોટાદ59154
મહીસાગર116241
પાટણ80663
ખેડા68454
સાબરકાંઠા106354
જામનગર54337
ભરૂચ40334
કચ્છ80248
દાહોદ36028
ગીર-સોમનાથ45034
છોટાઉદેપુર33023
વલસાડ40114
નર્મદા18015
દેવભૂમિ દ્વારકા13011
જૂનાગઢ30023
નવસારી25012
પોરબંદર1224
સુરેન્દ્રનગર39116
મોરબી403
તાપી603
ડાંગ202
અમરેલી1012
અન્ય રાજ્ય1700
કુલ17,217106310,780

ગાઇડલાઇનનો ભંગ કરનારને પોતાને નુક્સાન પહોંચી શકે અને જીવ ગુમાવવાની ભીતિઃ મ્યુનિ. કમિશ્નર

મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું કે, લોકડાઉનમાં અનેક છૂટછાટ અપાઇ છે પણ પરંતુ કોરોના સાથે જીવવાની જીવન શૈલી બનાવવા માટે આપણે પોતે જ પોતાને સુરક્ષિત કરવાના છે. છેલ્લા કેટલાક દિવસથી કેસોની સંખ્યા વધી રહી હોવાથી અનલોક-૧ ના પહેલાં દિવસ સાથે સતર્કતા સાથે સંયમ ભુલવાનો નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ગંભીર હાલતમાં દર્દીને દાખલ કરવામા ંઆવતા હોવાથી ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. લોકો ગાઈડલાઈનનો ભંગ કરશે તો તેને પણ નુકસાન છે અને જીવન પણ ગુમાવવુ ંપડે તેવી ભીતી છે. ગાઈડ લાઈનનો ભગ કરવાથી પોતે તથા સમાજને પણ નુકસાન પહોંચી શકે છે.

Read Also

Related posts

શહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ

pratik shah

244માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપી અમેરિકાને શુભેચ્છા, છલકી ઉઠ્યો પરસ્પર પ્રેમ

pratik shah

રાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!