GSTV
Surat Trending ગુજરાત

સુરતમાં મેઘરાજાની બીજી ઇનિંગનો પ્રારંભ : સિટી-ગ્રામ્ય વિસ્તારમાં ધમધોકાર 3 ઇંચથી વધુ વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

વરસાદ

સુરત શહેર સહિત જિલ્લાના તમામ તાલુકામાં મેઘરાજાની બીજી ઈનિંગનો પ્રારંભ સાથે વીતેલા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના પગલે સુરત શહેર-જિલ્લામાં વધુ એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે . સુરત સિટીમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાતા પાણી-પાણી થઇ ગયું હતું.

હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં આગામી પખવાડીયા બાદ અપર એરસર્ક્યુલેશન સિસ્ટમ સક્રીય થવાથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જેના પગલે ગઈકાલે રાતથી સુરત શહેર-જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલ્ટો આવતા મેઘરાજાની બીજી ઈનિંગનો ધમાકેદાર પ્રારંભ થયો છે. ગઈકાલે રાત્રે સુરત શહેરમાં ધીમી ધારે સવા ઈંચ તથા આજે બપોર બાદ બે કલાકમાં બે ઈંચ મળીને વીતેલા ચોવીસ કલાકમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

વરસાદ

અલબત્ત મેઘરાજાના સેકન્ડ સ્પેલમાં સુરતમાં વરસાદની પેટર્નમાં અલગ બદલાવ જોવા મળ્યો છે. સુરત શહેરમાં ચાર ઈંચ વરસાદની તુલનાએ સુરતમાં સમાવેશ થતા ચોર્યાસી તાલુકાના ડીંડોલી, ઉધના, પાંડેસરા, ભેસ્તાન, ભટાર તથા કાંઠા વિસ્તારમાં વરસાદનો છાંટો પણ પડયો નથી. સુરત જિલ્લાના અન્ય તાલુકાઓ પૈકી એક માત્ર ચોર્યાસી તાલુકો વીતેલા ચોવીસ કલાકમાં છુટા છવાયા ઝાપટા સિવાય કોરોધાકોર રહ્યો છે.

વરસાદ

ઉકાઇના કેચમેન્ટમાં વરસાદની સ્થિતિ જોઇ જરુર જણાય તો આઉટ્ફલો 75 હજાર ક્યુસેક કરાશે

ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદી વિરામની પરિસ્થિતિના પગલે ડેમમાં પાણીની આવકમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો.આજે ઉકાઈડેમમાં પાણીની આવક 9 હજાર ક્યુસેક્સ તથા જાવક 23 હજાર ક્યુસેક નોધાઈ છે.જે ડેમના કેચમેન્ટ એરિયાના વરસાદને ધ્યાને લઈને જરૃરી જણાશે તો ડેમમાંથી પાણીની જાવક વધારીને 75 હજાર ક્યુસેક્સ સુધી કરવામાં આવશે.આજે ઉકાઈ ડેમનું રૃલ લેવલ 335 ફુટની સામે ડેમની સપાટી 334.77 ફુટ નોંધાઈ છે.હથનુર ડેમમાંથી 14 હજાર ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી 28 હજાર ક્યુસેક્સ પાણી છોડવાનું જારી રાખવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…

Hemal Vegda

28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

Hemal Vegda

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda
GSTV