GSTV

અનલોક-1: સુરતથી સૌરાષ્ટ્ર જતા રહેલા 3.94 લાખ કારીગરોને પરત ફરવા નિયમો નડ્યાં

કારીગરો

કોરાના લોકડાઉનના પગલે કામધંધા બંધ થતાં સુરતથી સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના વતન જતાં રહેલા અંદાજે 3.94 લાખથી પણ વધુ લોકોને હવે લોકડાઉન અનલોક કરવામાં આવતાં કર્મભૂમિ સુરત પરત ફરવાની તૈયારી આદરી છે.પરંતુ ખાનગી વાહનમાં બે થી વધુ વ્યક્તિને બેસવાના નિયમ તથા ખાનગી બસોના નનૈયા વચ્ચે સૌરાષ્ટ્રથી સુરત રાત્રે દરમિયાન એસટી બસ ઉપડતી ન હોઈ સૌરાષ્ટ્રીયન કારીગરોને સુરત વાપસી માટે ફાંફા પડી રહ્યા છે.

સુરત સહિત દેશભરમાં તબક્કાવાર બે મહીનાથી વધુ સમય ચાલેલા લોકડાઉનના સમય ગાળા દરમિયાન સોશ્યલ ડીસ્ટન્સીંગના પગલે આવશ્યક સેવા સિવાયના મોટા ભાગના ધંધાકીય એકમો બંધ રાખવામાં આવ્યા હતા.જેના પગલે સુરતના હીરા ઉધોગમાં પેટિયું રળતાં સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના રત્નકલાકારોએ કોરાનો લોકડાઉનના લંબાવવાના પગલે પોતાના પરિવાર સાથે વતનની વાટ પકડી હતી.એસટી તથા ટ્રેન બંધ હોવાના પગલે કેટલાક લોકોએ પગપાળાથી માંડીને ટુ વ્હીલર્સ,ફોર વ્હીલર્સ,ખાનગી બસો સહિત કુલ 30975 લોકોએ કામચલાઉ વતન વાપસી માટે દોટ મુકી હતી.

શ્રમિકો

જેમાં સુરતથી સૌરાષ્ટ્રના વતનમાં સૌથી વધુ જનાર કારીગરોમાં અમરેલી જિલ્લાના 1.37 લાખ, ભાવનગર 1.06 લાખ,જુનાગઢ તથા ગીર સોમનાથના 28 હજારથી વધુ, મહેસાણા 7897 અન્ય શહેરોના કુલ 66 હજારથી સહિત કુલ 3.94 લાખથી પણ વધુ લોકોએ વતન વાપસી રહી હતી.જેથી સરેરાશ 4 લાખથી વધુ લોકો સુરતથી રાજ્યના અન્ય શહેરોમાં પોતાના વતન પરત ગયા હોઈ હવે લોકડાઉન તબક્કાવાર ખોલવામાં આવ્યું છે.જેથી સૌરાષ્ટ્ર,ઉત્તરગુજરાત સહિતના રાજ્યના અન્ય જિલ્લામાં ગયેલા 3.94 લાખ લોકોને સુરત પરત ફરવા માટે ફાંફા પડી રહ્યા છે.

સૌરાષ્ટ્રના વતનમાં ગયેલા રત્નકલાકારે જણાવ્યું હતું કે ખાનગી વાહનોમાં પરિવાર સાથે ગયેલા લોકોને પાસ લેવાની માથાકુટ નથી.પરંતુ એક કારમાં ડ્રાઈવર સહિત બે વ્યક્તિને જ બેસાડવાનો નિયમને સુરત વાપસી માટે બ્રેક મારી છે.સરેરાશ પાંચથી વધુ પરિવારના સભ્યો સાથે ગયેલા લોકોને સપરિવાર પરત ફરવાના ફાંફા પડી રહ્યા છે.એક તરફ ખાનગી કે લકઝરી બસોના મામલે મડાગાંઠ ચાલી રહી હોઈ ખાનગી બસો સુરત આવતી નથી.જ્યારે બીજી તરફ એસટી બસ પણ રાત્રિ દરમિયાન કોરોનો કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.જેના પગલે સૌરાષ્ટ્રથી સુરત વચ્ચે સરેરાશ 300 થી વધુ કીમીનું અંતર હોવા ઉપરાંત ત્રાહિમામ ગરમીના લીધે મોટાભાગે સૌરાષ્ટ્રથી સુરત આવનાર લોકો રાત્રિની મુસાફરી જ વધુ પસંદ કરતા હોય છે.પરંતુ રાત્રે એસટી બસ બંધ હોવા ઉપરાંત અમરેલી, ભાવનગર, મહેસાણા, જુનાગઢ સહિતના અન્ય જિલ્લામાંથી સુરત તરફ જતી બસોના રેગ્યુલર રૃટ શરૃ થવામાં વાર લાગે તેમ છે.જેથી અગાઉ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે જીદ કરીને વતન પહોંચેલા કારીગરોને હવે લોકડાઉન ખુલતા વધુ એકવાર કર્મભૂમિ સુરત તરફ આવવા દોટ મુકવા તલપાપડ છે પણ અનલોકના નિયમો નડી રહ્યા છે.

Read Also

Related posts

OSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન

Nilesh Jethva

સુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ

Nilesh Jethva

સુરત : વ્યાજખોરોના ત્રાસથી ગેરેજ માલિકનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં કરેલા ખુલાસાથી ખળભાળાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!