ગુજરાત રાજ્યના સુરતથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરત ખાતે આગામી 29, 30 અને પહેલી 1 મેના રોજ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ-2022નું ઇ-ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ બિઝનેસ સમીટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ મનસુખ માંડવીયા પણ હાજર રહેશે. સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આ સમીટ યોજાવાની છે.

અગ્રણીઓ ,બિઝનેસમેનો અને દેશ-વિદેશમાંથી અનેક પ્રતિનિધિઓ હાજર રહેશે
આ સમીટમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ ,બિઝનેસમેનો અને દેશ-વિદેશમાંથી અનેક પ્રતિનિધિઓ હાજર રહેશે. આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીયલના જુદા જુદા સેક્ટર્સના પ્રદર્શન યોજાશે. આ સમીટમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરસોત્તમ રૂપાલા, અનુપ્રિયા પટેલ અને સમગ્ર રાજ્યના મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે.
READ ALSO
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ
- Earthquake: ભયાનક ભૂંકપથી પાકિસ્તાનમાં 9 લોકોના કરૂણ મોત, 180 ઘાયલ! અફઘાનિસ્તામાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ
- ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ
- સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી