GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ચોર સમજીને બે મિત્રો પર વિફરેલુ ટોળુ તુટી પડ્યુ: ઘાતક હથિયારથી હુમલો કરતાં એકનું મોત

ચોર

ભેસ્તાનના ભૈરવ નગરમાં ચોર સમજીને મોપેડ સવાર સચિનના બે મિત્રોને લોખંડના પાઇપ, લાક્ડાના ફટકા અને ચપ્પુ જેવા ઘાતક હથિયાર વડે માર મારતા બે પૈકી એકનું ગંભીર ઇજાને કારણે મોત થતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. બીજ તરફ સમગ્ર ઘટનામાં ભેસ્તાનના કોર્પોરેટર સતીષ પટેલની પણ સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ધ્યાને આવતા પોલીસે તેની પણ પૂછપરછ હાથ ધરી છે.

સચિન સુડા આવાસ ખાતે સાંઇ ફેશન નામે દુકાન ધરાવતો સુજીત રામનરેશ સીંગ (ઉ.વ. 25 રહે. બી/303 ગુ.હા. બોર્ડ, સચિન) ગત રાત્રે મિત્ર સંગમ પંડિત (ઉ.વ. 30 રહે. સાંઇનાથ સોસાયટી, સચિન) સાથે ભેસ્તાન વિસ્તારમાં રહેતા મિત્ર સુરજસીંગને મળવા ગયા હતા. જ્યાંથી તેઓ રાત્રે 12 વાગ્યે પરત જઇ રહ્યા હતા ત્યારે ભેસ્તાનમાં રસ્તો ભુલી ગયા હતા અને ભૈરવ નગર સોસાયટીમાં ઘુસી ગયા હતા. તે દરમ્યાનમાં સોસાયટીમાં ટોળે વળી બેસનાર કેટલાક યુવાનોએ સુજીત અને સંગમને અહીં કેમ આંટા મારો છો ? અને તમે ચોર છો એવી બુમાબુમ કરતા સાતથી આઠ જણાનું ટોળાએ લોખંડના પાઇપ, ફટકા અને ચપ્પુ જેવા ઘાતક હથિયાર વડે સુજીત અને સંગમ પર તુડી પડયા હતા અને ઢોર માર માર્યો હતો.

ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ તુરંત જ ઘસી ગઇ હતી અને ઇજાગ્રસ્ત બંન્ને મિત્રોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સંગમ પંડિતનું ટુંકી સારવાર બાદ મોત થતા પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે સુજીતની પુછપરછ હાથ ધરી હતી. જેમાં સુજીતે પોલીસ સમક્ષ એવું જણાવ્યું હતું કે જે લોકો માર મારી રહ્યા હતા તે અંતર્ગત ટોળામાં એકબીજાને પ્રતીક ઉર્ફે ગંજી, મેહુલ, રાજુ, સતીષ, વિશાલ અને પિનાંક નામથી સંબોધતા હતા. જેથી પોલીસે આ તમામ વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ભેસ્તાનના કોર્પોરેટર સતીષ પટેલ જ્યાં રહે છે તેનાથી માંજ 50થી 100 મીટરના અંત્તરે જ સમગ્ર ઘટના બની હતી અને બીજી તરફ હુમલાખોરો સતીષભાઇ નામ વારંવાર બોલી રહ્યા હોવાથી પોલીસે શંકાના આધારે તેની સતીષ પટેલ અને તેના ડ્રાઇવર પ્રતીક ઉર્ફે ગંજીને ઉંચકી લાવી હતી અને દિવસ દરમ્યાન પૂછપરછ હાથ ધરી હતી.

રિક્ષા

કોર્પોરેટર સતીષ પટેલના ડ્રાઇવર પ્રતીક અને વિક્કી વચ્ચેના ઝઘડો સમગ્ર ઘટના માટે કારણભૂત

ભેસ્તાન વિસ્તારના કોર્પોરેટર સતીષ પટેલના ડ્રાઇવર પ્રતીક ઉર્ફે ગંજીનો ભૈરવ નગરમાં વિક્કી નામના યુવાન સાથે ઝઘડો થયો હતો અને વિક્કીને માર માર્યો હતો. વિક્કી કોર્પોરેટર સતીષના વિરોધી ચંચલ નામના ફાયનાન્સરનો મિત્ર છે. જેથી ચંચલ બદલો લેશે તેવી આશંકા હતી અને આ અરસામાં જ સુજીત અને સંગમ બંન્ને મિત્રો રસ્તો ભુલી ગયા હતા અને ભૈરવ નગરમાં ટોળે વળીને બેસેલા પ્રતીક અને મેહુલ, રાજુ, સતીષ, વિશાલ અને પિનાંકને એમ થયું હતું કે ચંચલના માણસો મારવા આવ્યા છે. આ ગેરસમજ અને ચોર-ચોરની બુમ પડતા હુમલો કર્યો હતો. જો કે ગણતરીની મિનીટોમાં જ લોખંડના પાઇપ, લાક્ડાના ફટકા અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો કેવી રીતે આવ્યા તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે.

સીસીટીવીના ફુટેજ નહિ મળે તે માટે હાર્ડડિસ્ક ગાયબ કરાવી પરંતુ….

ભેસ્તાનના ભૈરવ નગરમાં હુમલાની ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બીજી તરફ ઘટના સ્થળ કોર્પોરેટર સતીષ પટેલના ઘરથી માંડ 50થી 100 મીટરના અંત્તરે છે. બીજી તરફ પોલીસે ઘટનાનો તાગ મેળવવા માટે સ્થાનિક વિસ્તારની સોસાયટીના સીસીટીવી ફુટેજ તપાસ અર્થે કબ્જે કરશે તેવી શંકા હોવાથી કોર્પોરેટર સતીષ પટેલે ફુટેજ જેમાં સ્ટોર થાય છે તે હાર્ડ ડિસ્ક ગાયબ કરાવી હતી. જો કે પોલીસે ક્ડકાઇ દાખવતા જ બે સોસાયટીના રહીશોએ હાર્ડ ડિસ્ક પોલીસને સરેન્ડર કરી દીધી હતી.

Read Also

Related posts

દ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

Nilesh Jethva

ટોસિલિઝૂમેબ ઈન્જેકેશન કૌભાંડ : અમિત મંછારામાનીની સત્તાવાર નિવેદનની કોપીથી થયા અનેક ખુલાસા

Nilesh Jethva

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીના બોલ પર ક્લિન બોલ્ડ થઈ છે બોલિવૂડની હસીના, જાતે કર્યો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!