સુરતઃ 35 હજારના મુદ્દામાલ સાથે બે બોગસ તબીબો ઝડપાયા

સુરતના સચિન વિસ્તારમાંથી બે બોગસ તબીબો ઝડપાયા. સચિનના સુડા સેક્ટર અને હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આ બોગસ તબીબ ઝડપાયા. આરોગ્યની ટીમે દરોડા પાડીને બંને બોગસ તબીબને ઝડપ્યા છે. આ અંગે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી. બંને શખ્સ શ્રમજીવી અને ગરીબ વર્ગના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતાં. બંનેના ક્લિનિક પરથી 35 હજારના મુદ્દામાલ સાથે મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો મેડિસિન પણ જપ્ત કર્યો છે.

 

 

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter